નવી દિલ્હી : કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી ચુકેલા રાહુલ ગાંધી 5 જુલાઇના રોજ અમેરિકા જશે. રાહુલ ગાંધી સાથે યુપીએ ચેરપર્સન અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ જશે. રાહુલ અને સોનિયા ગાંધીની અમેરિકા જવાનો અર્થ છે કે ગાંધી પરિવાર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાથી દુર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાઉદના સૌથી નજીકના જાબિર મોતીવાલાનો ખુલાસો, પાકિસ્તાનમાં છુપાયો છે ડૉન
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પહેલાથી જ વિદેશમાં છે, એટલે કે તેઓ પણ કોંગ્રેસ કાર્ય સમિતીની બેઠકમાં હાજર નહી રહે. એવામાં સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજયની જવાબદારી લેતા બોલ હવે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓનાં જુથમાં નાખી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજયની જવાબદારી લેતા કોંગ્રેસનાં અધ્યક્ષ પદ પરથી રાજીનામું ધરી દીધું હતું.


13 વખત ગાંધી પરિવારથી મુક્ત રહ્યું કોંગ્રેસ, ત્યારે ચૂંટણીમાં સફળતા પણ મળી 
અમે રાહુલને ફરી એકવાર અપીલ કરીશું કે તેઓ કોંગ્રેસનાં અધ્યક્ષ રહે: મોતીલાલ
રાહુલ ગાંધીએ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ પદપરથી રાજીનામું આપી દીધું. રાહુલનાં રાજીનામા બાદ હવે કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટે હાલ કોઇ નેતા જોવા નથી મળી રહ્યા. એવામાં માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હવે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠક બોલાવશે. આ બેઠકને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ બોલાવશે. 


અત્યંત ભાવુક પત્ર લખી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ ધર્યું
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલનાંરાજીનામાનો સ્વિકાર અથવા અસ્વિકાર કરવા અંગે ચર્ચા થશે. ત્યાર બાદ નવા અધ્યક્ષને અથવા એક ગ્રુપને વચગાળાનાં નિર્ણયો લેવા માટેની જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત સામુહિક નેતૃત્વનો પણ વિકલ્પ છે.