Ganesh Chaturthi 2023: 69 કિલો સોના, 336 કિલો ચાંદીથી શણગારવામાં આવી છે મુંબઈમાં ભગવાન ગણેશની મૂર્તિ, Video
Ganesh Chaturthi Today 2023: આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ તહેવાર દેશભરમાં ખાસ કરીને મુંબઈમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે અને ચારેબાજુ ગણેશ પૂજા કરવામાં આવી રહી છે.
Ganesh Chaturthi Today 2023: આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ તહેવાર દેશભરમાં ખાસ કરીને મુંબઈમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે અને ચારેબાજુ ગણેશ પૂજા કરવામાં આવી રહી છે. આવા જ એક પંડાલમાં ભગવાન ગણેશને 69 કિલો સોના અને 336 કિલો ચાંદીથી શણગારવામાં આવ્યા છે.
મુંબઈના વડાલાના GSB ગણેશ મંડળને એક વીમા કંપની પાસેથી રૂ. 360.40 કરોડનો વીમો મળ્યો છે. મંડળના ઉપાધ્યક્ષ રાઘવેન્દ્ર ભટે જણાવ્યું હતું કે મહાગણપતિની મૂર્તિને 66 કિલોથી વધુ સોનાના ઘરેણા અને 336 કિલો ચાંદી અને અન્ય કિંમતી સામગ્રીઓથી શણગારવામાં આવી છે. તેથી જ મંડળે ઘરેણાં અને ગણેશ ભક્તોની સુરક્ષા માટે 360.40 કરોડ રૂપિયાનો વીમો લીધો છે. આ વીમાની રકમમાં 38.47 કરોડ રૂપિયાના સોના, ચાંદી અને અન્ય ઝવેરાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંડાલ, દર્શન માટે આવતા ભક્તો, સ્વયંસેવકો, પૂજારી, રસોઈયા, સ્ટોલ કર્મચારીઓ, સુરક્ષા ગાર્ડ વગેરેનો 321 કરોડ રૂપિયાનો વીમો સામેલ છે.
મૂર્તિઓને ગણેશ ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા આભૂષણોથી શણગારવામાં આવે છે અને અહીં પાંચ દિવસ સુધી સતત ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. આથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આવે છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી ગણેશ મંડળ દર વર્ષે ઘરેણાં અને સેવામાં રોકાયેલા લોકોની સુરક્ષા માટે વીમો આપે છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube