Ganesh Chaturthi 2020: જાણો ગણપતિના 8 ચમત્કારી અને સિદ્ધ મંદિર વિશે
ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2020)નો તહેવાર દેશ-દુનિયામાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગણપતિ બાપાના ભક્ત આ દિવસે તેમને ઘરે લાવીને તેમની સ્થાપના કરે છે. 10 દિવસ સુધી પૂજા બાદ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે.
નવી દિલ્હી: ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2020)નો તહેવાર દેશ-દુનિયામાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગણપતિ બાપાના ભક્ત આ દિવસે તેમને ઘરે લાવીને તેમની સ્થાપના કરે છે. 10 દિવસ સુધી પૂજા બાદ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. માન્યતા અનુસાર વિસર્જન બાદ બાપા પોતાના ધામ જતા રહે છે. આજે આ શુભ અવસર પર ભગવાન શ્રી ગણેશના 8 અવતારોનું ધ્યા કરીને તમે પણ પોતાની મનોકામના પુરી કરી શકો છો.
ગણપતિના જે પ્રકારે આઠ અવતાર- વર્ક્રતુંડ, એકદંત, મહોદર, ગજાનન, લંબોદર, વિકટ, વિઘનરાજ અને ધૂમ્રવર્ણ ગણવામાં આવે છે, તે પ્રકારે મહારાષ્ટ્રમાં ગણપતિના આઠ સ્વંભૂ જાગૃત અને રિદ્ધ ક્ષેત્ર છે. બલ્લાલેશ્વર, શ્રીવરદ વિનાયક, ચિંતામણિ, મયૂરેશ્વર, સિદ્ધિવિનાયક, મહાગણપતિ, વિઘ્નહર અને ગિરિજાત્મજ સહિત આ આઠ મંદિરોના લોકો અષ્ટવિનાયકના નામે ઓળખવામાં આવે છે. ગણપતિની આ પ્રતિમાઓના દર્શન માત્રથી લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો રિદ્ધિ-સિદ્ધિના દતા અને તમામ વિઘ્નોને દૂર કરનાર ગણપતિના આ ચમત્કારી અને સિદ્ધ મંદિરો વિશે જાણીએ.
1. બલ્લાલેશ્વર
મહારાષ્ટ્રના મુંબઇ-ગોવા માર્ગ પર પાલી ગામ સ્થિત ગણપતિનું આ પાવન ધામ. આ મંદિરનું નામ ગણપતિના અનન્ય ભક્ત બલ્લાલના નામે રાખવામાં આવ્યું છે. આ મંદિરની પાવનતાને એ પ્રકારે સમ્જી શકાય છે કે પેશવાકાળમાં અહીની સોગંધ આપીને ન્યાય કરવામાં આવતો હતો. અહીં ડાબી બાજુવાળા ગણપતિ વિરાજમાન છે.
2. શ્રીવરદ વિનાયક
ગણોના અધિપતિ શ્રી ગણેશજીનું શ્રીવરદ વિનાયક મંદિર મહારાષ્ટ્રના મહડમાં સ્થિત છે. માન્યતા છે કે ઋષિ ગૃત્સમદે આ મંદિરમાં શ્રીવરદ વિનાયકને સ્થાપિત કર્યા હતા. સુખ-સમૃદ્ધિનું વરદાન આપનાર ગણપતિનું આ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે.
3. ચિંતામણી
મહારાષ્ટ્રના થેઉર ગામમાં સ્થિત ચિંતામણી ગણપતિનું મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. માન્યતા છે કે ડાબી તરફ સૂંઢવાળા ચિંતામણી ગણપતિના દર્શન માત્રથી જ વ્યક્તિની તમામ ચિંતાઓ દૂર થઇ જાય છે.
4. મયૂરેશ્વર
મહારાષ્ટ્રના મોરગાંવમાં શ્રી મયૂરેશ્વર વિનાયકનું મંદિર આવેલું છે. પૂણેથી લગભગ 80 કિલોમીટરના અંતરે આ પાવનધામ પર ગણપતિની બેસેલી મુદ્રામાં મૂર્તિ છે. ડાબી સૂંડવાળા ગણપતિની પ્રતિમાની સામે નંદી સ્થાપિત છે. માન્યતા છે કે ગણપતિએ આ સ્થાન પર મોરા પર સવાર થઇને સિંધુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો.
ગણપતિ બાપ્પા મોરયામાં ''મોરયા'' શબ્દ પાછળની અદભૂત ગાથા, જાણો શબ્દનો શું છે અર્થ
સિદ્ધિવિનાયક
મહારાષ્ટ્રના પૂણે શહેરથી લગભગ 200 કિલોમીટર દૂર સિદ્ધટેકમાં શ્રી સિદ્ધિવિનાયકનો મંદિર છે. મંદિરમાં ગણપતિની લગભગ ત્રણ ફૂટ ઉંચી અને અઢી ફૂડ પહોડી ડાબી તરફ સૂંઢવાળી મૂર્તિ છે. માન્યતા છે કે આ સ્થાન પર ભગવાન વિષ્ણુએ શ્રી સિદ્ધિવિનાયક ભગવાનની સાધના કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.
6. મહાગણપતિ
અષ્ટવિનાયકમાંથી એક મહાગણપતિના મંદિર મહારાષ્ટ્રના રાજગગાંવમાં સ્થિત છે. મહાગણપતિનો અર્થ છે કે શક્તિયુક્ત ગણપતિ. માન્યતા છે કે ગણપતિના આ સ્વરૂપની સાધના કરીને ભગવાન શિવે ત્રિપુરાસુર રનામના રાક્ષસ પર વિજય પ્રાપ્ત કરી હતી. મહાગણપતિની મૂર્તિ ડાબી સૂંઢવાળી છે.
7. વિઘ્નહર
વિઘ્નહર ગણપતિનું આ ભવ્ય મંદિર મહારાષ્ટ્રના ઓઝરમાં સ્થિત છે. ભગવાન વિધ્નેશ્વરની મૂર્તિ પૂર્વાભિમુખી છે. ભગવાન વિઘ્નેશ્વરની પૂજા તથા દર્શનથી જીવનની તમામ મુશ્કેલી દૂર થઇ જાય છે.
8. ગિરિજાત્મજ
અષ્ટવિનાયકમાંથી એક ભગવાન ગિરિજાત્મજનું મંદિર મહારાષ્ટ્રના લેણ્યાદ્રી ગામમાં સ્થિત છે. ગિરિજા એટલે કે માતા પાર્વતીના પુત્ર હોવાના કારણે ગણપતિને ગિરિજાત્મજ કહેવામાં આવે છે. માન્યતા છે કે માતા પાર્વતીએ ગણપતિને સ્વયં પોતાના હાથમાંથી અહીં સ્થાપિત કર્યા હતા. ગણપતિના આ મંદિરને એક મોટા પહાડને કાપીને બનાવવામાં આવ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube