નવી દિલ્હી : અઠવાડીયાના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે નાણાકીય વર્ષ 2019-20 ના ત્રીજા ત્રિમાસીક ગાળા (સપ્ટેમ્બર-ડિસેમ્બર)ના જીડીપી આંકડા જાહેર કરવામાં આવ્યા. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય (NSO) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશનાં જીડીપી ગ્રોથ રેટમાં 4.7 ટકા રહ્યું છે. મીડિયાનાં એક હિસ્સામાં એવા સમાચારો ચાલી રહ્યા છે કે, જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડો આવ્યો છે, જ્યારે અનેક સમાચારો તેને સામાન્ય સુધારો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામા આતંકવાદી હુમલા મુદ્દે વધુ એકની ધરપકડ, NIAને મળ્યો માસ્ટર માઇન્ડનો મદદગાર
જાણો શું છે સમગ્ર મુદ્દો ?
રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય (NSO) એ 2019-20ના પહેલા ત્રિમાસિક માટે જીડીપી ગ્રોથ રેટને સંશોધિત કરીને 5.6 ટકા અને બીજા ત્રિમાસિક માટે 5.1 ટકા કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ સરકારે પહેલા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ 5 ટકા હોવાનું જણાવવામાં આવ્યો હતો. બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટના આંકડા 4.5 ટકા રહ્યા હતા. આ દ્રષ્ટીએ જો જોઇએ તો ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ (4.7 ટકા)મા સામાન્ય સુધારો થયો છે. આ સુધારો 0.2 ટકાનો છે. જો કે સંશોધિત આંકડા પર ત્રીજા ત્રિમાસીકનાં જીડીપી ગ્રોથ રેટની ગણત્રી કરવામાં આવે તો તેમાં 0.4 ટકા (5.1 ટકા-4.7 ટકા) નો ઘટાડો આવ્યો છે. 


ઇડરીયા ગઢમાંથી મળી આવ્યા શિલ્પ, જો કે આ મુર્તિઓ જોઇને સમગ્ર તંત્ર દોડતું થયું
પહેલા ત્રિમાસિકનાં આંકડાઓ છે
જો ગત્ત 6 ત્રિમાસીકની વાત કરીએ તો દેશનાં જીડીપી ગ્રોથ રેટમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ગત્ત નાણાકીય વર્ષ 2018-19નાં પહેલા ત્રિમાસિકમાં ગ્રોથરેટ 8 ટકા પર હતી તો બીજા ત્રિમાસિકમાં તે ઘટીને 7 ટકા પર આવી પહોંચી હતી. જીડીપી ગ્રોથ રેટનો દર 6.6 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.8 ટકા પર રહ્યું હતું. જો નાણાકીય વર્ષ 2019-20ની વાત કરીએ તો પહેલા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથનો દરઘટીને 5 ટકા પર આવી ગઇ. બીજી તરફ બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટના આંકડા 4.5 ટકા પર હતા. તે 6 વર્ષમાં કોઇ એક ત્રિમાસિકનો સૌથી મોટો ઘટાડો હતો. જો કે હવે સંશોધન બાદ નાણાકીય વર્ષ 2019-20નાં પહેલા ત્રિમાસિકનાં જીડીપીના આંકડાઓ બદલી ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube