ગાઝિયાબાદ: ગાઝિયાબાદ (Ghaziabad)ના ઇંદિરાપુરમ (Indirapuram)થી મંગળવાર સવારે ઘટેલી ઘટનાના આરોપી રાકેશ વર્માની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે પાંચ લોકોની હત્યા-આત્મહત્યા કેસમાં રાકેશ વર્માને ગાઝિયાબાદના મોહન નગરથી ધરપકડ કરી લીધી છે. બપોરે અઢી વાગે આ મામલે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે વૈભવ ખંડ સ્થિત ફ્લેટની દિવાલો પર એક સુસાઇડ નોટ લખી જેમાં આર્થિક તંગીની સાથે-સાથે રાકેશ વર્માને હત્યા-આત્મહત્યાની પાછળનું કારણ ગણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કેસની તપાસ માટે ગાઝિયાબાદ પોલીસે ત્રણ ટીમો બનાવી અને રાકેશ વર્માની શોધખોળમાં લાગી ગઇ. પોલીસ રાકેશ વર્માનું લોકેશન ટ્રેસ કરી તેની ધરપકડ કરી લીધી છે. 


બીજી તરફ કેસમાં સતત નવા ખુલાસા થઇ રહ્યા છે. એપાર્ટમેન્ટના આઠમા માળેથી છલાંગ લગાવનાર બે મહિલાઓ અને ગુલશન વાસુદેવ નામનો એક પુરૂષ હતો. કહેવામાં આવી રહ્યું હતું કે બંને મહિલાઓ ગુલશનની પત્ની હતી. પછી ખબર પડી કે બીજી મહિલા સંજના ગુલશનની મેનેજર હતી. ગુલશન જીન્સનો બિઝનેસ કરતો હતો જેને સંજના સંભાળતી હતી. જોકે પોલીસે જ્યારે સંજનાના પરિવારવાળાઓ સાથે વાત કરી તો કેસ કંઇક અલગ જ સામે આવ્યો.


મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવનાર સંજનાનું લગ્ન પહેલાં ગુલશન નામ હતું. સંજનાના ભાઇ ફિરોજે પોલીસને જણાવ્યું કે દોઢ વર્ષ પહેલાં એની બહેન ગુલશને જીન્સના બિઝનેસ ગુલશન વાસુદેવ સાથે લગ્ન કરી લીધા અને પોતાના નામ બદલીને સંજના રાખી લીધું. ફિરોજે જણાવ્યું કે લગ્ન કર્યા બાદ પરિવાર સાથે રહેવા લાગી જોઇકે પહેલાં જ લગ્ન અને બે બાળકોના પિતા ગુલશન વાસુદેવના પરિવારને બંનેના લગ્ન વિશે જાણકારી ન હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube