હૈદરાબાદમાં શાનદાર પ્રદર્શનને ભાજપે ગણાવી `નૈતિક જીત`, જેપી નડ્ડાએ જણાવ્યો આગળનો પ્લાન
GHMC Election Result: ભાજપના અધ્યક્ષે કહ્યું કે, ચૂંટણી પરિણામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ અને વહીવટી મોડલને મળેલું સમર્થન દર્શાવે છે. હૈદરાબાદના લોકોએ સ્પષ્ટ કરી દીધું કે 2023મા યોજાનારી તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં શું પરિણામ હશે.
નવી દિલ્હીઃ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC Election Result) ચૂંટણીમાં શાનદાર પ્રદર્શનને ભાજપે (BJP) 'નૈતિક' જીત ગણાવી છે. પાર્ટી તરફથી કહેવામાંઆવ્યું કે, તેલંગણામાં સત્તા સંભાળી રહેલી ટીઆરએસની એકમાત્ર વિકલ્પના રૂપમાં ઉભરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (BJP President JP Nadda)એ પરિણામને પાર્ટી માટે ઐતિહાસિક ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો કે, આ તે દેખાડે છે કે દેશ માત્ર વિકાસના એજન્ડાનું સમર્થન કરે છે. આ ચૂંટણીમાં ભાજપે 48 સીટો પર જીત મેળવી છે અને બીજા નંબરની પાર્ટી બની ગઈ છે. ટીઆરએસને 55 સીટો પર જીત મળી તો AIMIMએ 44 સીટો પોતાના નામે કરી છે.
નડ્ડા બોલ્યા- હૈદરાબાદના લોકોએ સ્પષ્ટ કરી દીધુ, 2023માં શું થશે
ભાજપના અધ્યક્ષે કહ્યું કે, ચૂંટણી પરિણામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ અને વહીવટી મોડલને મળેલું સમર્થન દર્શાવે છે. હૈદરાબાદના લોકોએ સ્પષ્ટ કરી દીધું કે 2023મા યોજાનારી તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં શું પરિણામ હશે. હું વિશ્વાસની સાથે કહી શકું કે તેલંગણાના લોકોએ ભ્રષ્ટ કેસીઆર સરકારને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.
શું થશે કોઈ સમાધાન? કિસાન નેતાઓ અને સરકાર વચ્ચે આજે પાંચમાં રાઉન્ડની બેઠક
ભાજપ તેલંગણામાં ટીઆરએસના વિકલ્પના રૂપમાં ઉભરી છે.
હૈદરાબાદમાં સ્થાનીક ચૂંટણી માટે પ્રભારી નિમણૂંક થયેલા યાદવે કહ્યુ કે, આ ચૂંટણીના પરિણામ ઉત્સાહજનક છે. તે ભાજપનું મનોબળ વધારનારા છે. તેનાથી પ્રદર્શિત થાય છે કે પીએમ મોદીના નેતૃત્વ અને સત્તાના તેમના મોડલની તમામ ક્ષેત્રોમાં સ્વીકાર્યતા છે. ભાજપ રાજ્યમાં સત્તામાં રહેલી ટીઆરએસના એકમાત્ર વિકલ્પ અને તેની મુખ્ય વિરોધી તરીકે ઉભર્યું છે. પાર્ટીના પ્રદર્શનથી તે પ્રદર્શિત થાય છે કે જનતાએ વંશવાદની રાજનીતિ વિરુદ્ધ અને ટીઆરએસના ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાનો જનાદેશ આપ્યો છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube