નવી દિલ્હી : વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે ગુરૂવારે શ્રીનગર હવાઇમથકની બહાર નિકળતા અટકાવી દેવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી આઝાદનાં કેટલાક કલાકો બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની કડક ટીકા કરી. તેઓ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા સંવિધાનનાં અનુચ્છેદ 370 ને નિરસ્ત કરવા અને રાજ્યની વહેંચણીના કેન્દ્ર સરકારનાં નિર્ણય પર કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરવા માટે પહોંચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PAK ની અવળચંડાઇ બાદ ભારતીય એન્જિન સાથે સમજોતા એક્સપ્રેસ અટારી પહોંચી
દિલ્હી પરતફરીને તેમણે અનુચ્છેદ 370ની શક્તિઓને ખતમ કરવા અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલની કડક ટીકા કરી. તેમણે જમ્મુ કાશ્મીરન પુનર્ગઠન બિલને કાળો કાયદો ગણાવ્યો હતો. ગુલામ નબી આઝાદે કહ્યું કે, ભાજપે કાશ્મીરને ખતમ કરી દીધું છે. ખીણમાં સન્નાટો પ્રસરેલો છે. અજીત ડોભાલની કાશ્મીર યાત્રા પર તેમણે કહ્યું કે, પૈસા આપીને કંઇ પણ કરાવવામાં આવી શકે છે, આ કોણ જાણે છે. કાશ્મીરમાં આ સમયે સ્થિતી ખરાબ છે. 


કલમ 370 દુર કરવાના નિર્ણય બાદ PM મોદીનું સંબોધન: 8-8-8નો સંયોગ
પાકિસ્તાને અટકાવી સમજૌતા એક્સપ્રેસ, કહ્યું- ડ્રાઇવર મોકલી ટ્રેન લઇ જાઓ
બીજી તરફ સરકારનો દાવો છે કે ખીણની સ્થિતી બિલ્કુલ શાંતિપુર્ણ છે. બકરીઇદ પ્રસંગે ત્યાં છુટ આપવામાં આવશે. આ અગાઉ દિલ્હી છોડતા પહેલા આઝાદે જમ્મુ-કાશ્મીર પર લેવાયેલા નિર્ણય મુદ્દે સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ડોભાલની શોપિયામાં કાશ્મીરી નાગરિકો સાથે બપોરે પણ ભોજન તથા બેઠક કરાવાનું કોઇ જ મહત્વ નથી. 


ગુલામ નબી આઝાદની શ્રીનગર એરપોર્ટ પર અટકાયત, દિલ્હી મોકલી દેવાયા
આઝાદે પત્રકારોને જણાવ્યું કે, પૈસા આપીને તમે કોઇને પણ પોતાની સાથે લઇ જઇ શકો છો. ખીણની સ્થિતી સામાન્ય દેખાડવા માટે બુધવારે ડોભાલે રાજ્યનાં સ્થાનિક નિવાસીઓ સાથે બપોરનું ભોજન કર્યું હતું. ડોભાલ રાજ્યમાં સુરક્ષાની સ્થિતી જાણવા માટે કાશ્મીર ગયા હતા. જ્યાં સરકારની જાહેરાત બાદ કર્ફ્યું લગાવાઇ રહ્યું છે. રાજ્યમાં ટેલિફોન કનેક્શન અને ઇન્ટરનેટ સેવા સહિત તમામ સંચાર માધ્યમ ઠપ્પ પડેલા છે.