પાકિસ્તાને અટકાવી સમજૌતા એક્સપ્રેસ, કહ્યું- ડ્રાઇવર મોકલી ટ્રેન લઇ જાઓ

જમ્મૂ-કાશ્મીર માંથી કલમ 370 અને 35-એ હટાવવા પર પરેશાન પાકિસ્તાને વધુ એક પગલું ઉઠાવતા સમજૌતા એક્સપ્રેસ સેવાને અટકાવી છે. પાકિસ્તાને તેમના ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને સમજૌતા એક્સપ્રેસની સાથે મોકલવાની ના પાડી દીધી છે

પાકિસ્તાને અટકાવી સમજૌતા એક્સપ્રેસ, કહ્યું- ડ્રાઇવર મોકલી ટ્રેન લઇ જાઓ

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીર માંથી કલમ 370 અને 35-એ હટાવવા પર પરેશાન પાકિસ્તાને વધુ એક પગલું ઉઠાવતા સમજૌતા એક્સપ્રેસ સેવાને અટકાવી છે. પાકિસ્તાને તેમના ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને સમજૌતા એક્સપ્રેસની સાથે મોકલવાની ના પાડી દીધી છે. આ સંબંધમાં તેમણે અટારી રેલવે સ્ટેશન સૂચના મોકલી કે હાલમાં આ સેવા અટકાવી રહ્યાં છે. એટલા માટે ભારતીય રેલવે તેમના ડ્રાઇવર અને ક્રૂ મેમ્બરને મોકલી સમજૌતા એક્સપ્રેસને પાકિસ્તાનથી લઇ જાઓ. પાકિસ્તાનના આ પગલું ઉઠાવતા અટારી બોર્ડર પર મોટી સંખ્યામાં યાત્રીઓ ફસાયા છે.

અટારી અંતરરાષ્ટ્રી રેલવે સ્ટેશનના સુપરિટેન્ડેન્ટ અરવિંદ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે આજે પાકિસ્તાથી સમજૌતા એક્સપ્રેસ ભારત આવવાની હતી, પરંતુ તે દરમિયાન પાકિસ્તાને મેસેજ મોકલ્યો કે ભારતીય રેલવે તેમરા ડ્રાઇવર અને ક્રૂ મેમ્બરને મોકલી સમજૌતા એક્સપ્રેસને લઇ જાઓ. તમણે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાને રેલવેની સુરક્ષાને લઇને આ વાત કરી છે. અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, હવે ભારતીય રેલવે ડ્રાઇવર અને ગાર્ડ, જેમની પાસે વિઝા છે, તેઓ સમજૌતા એક્સપ્રેસ લેવા માટે સામાન જશે.

ઉલ્લેખનીય છે કે, આ વચ્ચે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર વ્યાકુળ પાકિસ્તાને હવે નવું ષડયંત્ર રચ્યું છે. પાકિસ્તાને ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે અને ભારતીય ઉચ્ચ કમિશનર અજય બિસારિયાને પાકિસ્તાન છોડવા માટે કહ્યું છે. વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ની બેઠકમાં લીધો હતો. આ બેઠકમાં પાકિસ્તાનની ટોચની નાગરિક અને સૈન્ય નેતૃત્વ હાજર હતી. આ સાથે જ પાકિસ્તાને આ પણ નિર્ણય લીધો છે કે, તેમના રાજદૂત હવે દિલ્હીમાં નહીં રહે. આ ઉપરાંત પાકિસ્તાને 9માંથી 3 એરસ્પેસ ભારત માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news