ભારતીય એન્જિન સાથે સમજોતા એક્સપ્રેસ અટારી પહોંચી, કાયમી બંધ

કાશ્મીરમાંથી 370 કલમ હટતા ગભરાયેલું પાકિસ્તાન હાલ વિચિત્ર નિર્ણયો લઇ રહ્યું છે, પોતાનાં ડ્રાઇવરની સુરક્ષા મુદ્દે ચિંતિત હોવાથી લીધો નિર્ણય

ભારતીય એન્જિન સાથે સમજોતા એક્સપ્રેસ અટારી પહોંચી, કાયમી બંધ

નવી દિલ્હી/ઇસ્લામાબાદ : કાશ્મીરમાં કલમ 370 અને 35 એ હટાવવાનાં ભારતનાં નિર્ણયથી ગિન્નાયેલા પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ હંમેશા માટે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનનાં રેલ મંત્રી રાશિદ શેખ અહેમદ ખાને કહ્યું કે, સમજોતા એક્સપ્રેસ હંમેશા માટે બંધ કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જે કોઇ પણ લોકોએ ટિકિટ ખરીદી છે તેમને કોઇ પણ પ્રકારનો ચાર્જ વસુલ્યા વગર નાણા પરત કરી દેવામાં આવશે.

કલમ 370 દુર કરવાના નિર્ણય બાદ PM મોદીનું સંબોધન: 8-8-8નો સંયોગ
પાકિસ્તાનના રેલમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, જ્યા સુધી હું રેલવેપ્રધાન છું ત્યાં સુધી સમજોતા એક્સપ્રેસનું સંચાલન નહી થાય. આ અગાઉ પણ પાકિસ્તાને પાકિસ્તાન બોર્ડર પર પોતાનાં ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને સમજોતા એક્સપ્રેસ સાથે મોકલવાની મનાઇ કરી ચુક્યું હતું. આ અંગે તેણે અટારી રેલવે સ્ટેશન પર માહિતી મોકલી કે તેઓ હાલ પુરતી આ સેવા અટકાવી રહ્યા છે, માટે ભારતીય રેલ પોતાનાં ડ્રાઇવર અને ક્રુ મેંબરને મોકલીને સમજોતા એક્સપ્રેસને પાકિસ્તાનથી લઇ જાય. ત્યાર બાદ ભારતે પોતાનાં ક્રુ મેંબર્સ અને ડ્રાઇવરને એન્જિન સાથે પાકિસ્તાન મોકલ્યા હતા.

ગુલામ નબી આઝાદની શ્રીનગર એરપોર્ટ પર અટકાયત, દિલ્હી મોકલી દેવાયા
ભારત દ્વારા મોકલવામાં આવેલું એન્જિન ટ્રેન પરત લઇને આવ્યું હતું. ત્યાર બાદ આ ટ્રેન પાકિસ્તાનથી વાઘા 110 યાત્રી સાથે પહોંચી હતી. અટારી આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશનનાં સુપ્રીટેન્ડેન્ટ અરવિંદ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, આજે પાકિસ્તાનથી સમજોતા એક્સપ્રેસ ભારત આવવાની હતી, જો કે આ દરમિયાન પાકિસ્તાને મેસેજ મોકલીને કહ્યું કે, ભારતીય રેલ પોતાનાં ડ્રાઇવર અને ક્રુ મેંબર મોકલીને સમજોતા એક્સપ્રેસ લઇ જાય.

આર્ટિકલ 370 મુદ્દે પાકિસ્તાનના વલણ પર રાજનાથનું નિવેદન, કહ્યું- ભગવાન આવા પાડોસી કોઇને ના આપે
દિલ્હીથી લાહોર વચ્ચે સમજોતા એક્સપ્રેસ પખવાડીયે એક વખત ચાલે છે. તેના કારણે ભારતથી પાકિસ્તાન આવતા નાગરિકો અને ભારતથી પાકિસ્તાન જતા નાગરિકોને સરળતા રહે છે. 2019માં પણ પુલવામા હુમલા બાદ બાલકોટ એરસ્ટ્રાઇક પછી સમજોતા એક્સપ્રેસ અટકાવી દેવાઇ છે. આ રેલવેને 1976માં શિમલા સમજુતી હેઠળ ચલાવાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news