નવી દિલ્હીઃ શુક્રવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર (Budget session) પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) બન્ને ગૃહોને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણનો કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, અકાલી દળ, આમ આદમી પાર્ટી, એનસીપી સહિત 16 પાર્ટીઓ બહિષ્કાર કરશે. આ પાર્ટીઓ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ (Gulam nabi azad) એ કહ્યુ કે, 16 રાજકીય પાર્ટીઓએ એક નિવેદન જાહેર કરી કહ્યુ કે, અમે રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરી રહ્યાં છીએ, જે કાલે સંસદમાં આપવામાં આવશે. તેની પાછળ મુખ્ય કારણ છે કે ત્રણેય કૃષિ કાયદા (Farm Laws) ને વિપક્ષ સાથે કોઈપણ ચર્ચા વગર પસાર કરવામાં આવ્યા હતા. 


Singhu Border પર ભારે હલચલ, સ્થાનિક લોકોએ બોર્ડર વિસ્તાર ખાલી કરાવવાની કરી માગણી


આ પાર્ટીઓ કરશે બહિષ્કાર
કોંગ્રે, એનસીપી, નેશનલ કોન્ફરન્સ, ડીએમકે, ટીએમસી, શિવસેના, સમાજવાદી પાર્ટી, આરજેડી, સીપીઆઈ, આઈજેએમએલ, આરસીપી, પીડીપી, એમડીએમકે, કેરલ કોંગ્રેસ, એઆઈયૂડીએફ. આ સિવાય અકાલી દળ અને આમ આદમી પાર્ટી પણ બહિષ્કાર કરશે. 


સંયુક્ત અધિવેશનને સંબોધિત કરશે રાષ્ટ્રપતિ
પરંપરા પ્રમાણે સંસદના સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણથી થશે. તે દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) સંસદના બન્ને ગૃહોના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરી સરકારની ભાવી યોજનાઓની તસવીર રજૂ કરશે. આવુ પ્રથમવાર થશે જ્યારે સંસદના રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન પણ સભ્યો સેન્ટ્રલ હોલ સિવાય લોકસભા અને રાજ્યસભામાં બેસવાના છે. 


Red Fort Violence: Delhi Police એ રાકેશ ટિકૈત સહિત 20 ખેડૂત નેતાઓને ફટકારી લુકઆઉટ નોટિસ 


કિસાનનો મુદ્દો ઉઠાવશે વિપક્ષ
વિપક્ષ સંસદ સત્રમાં કિસાનોના આંદોલન (Farmers Protest) મુદ્દાને જોરદાર રીતે ઉઠાવશે. કોંગ્રેસના લોકસભામાં મુખ્ય સચેતક કોવિકુન્નિલ સુરેશે પહેલા જ કરી દીધુ કે અમે કિસાનોના મુદ્દા પર સંસદમાં ચર્ચા અને ડીબેટ કરવા માટે સ્થગન પ્રસ્તાવ જેવા તમામ ઉપાયોનો ઉપયોગ કરીશું. તેનો નજારો રાષ્ટ્રપતિના અભિભાષણના બહિષ્કારથી જોવા મળી રહ્યો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube