ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કોરોના પોઝિટિવ, થયા હોમ આઈસોલેટ
દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. દિન પ્રતિદિન નવા કેસમાં તોતિંગ વધારો થતો જોવા મળે છે. અનેક મોટી હસ્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂકી છે. વધુ એક નામ ઉમેરાયું છે ગોવાના મુખ્યમંત્રીનું. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત (Pramod Sawant) કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાં છે. તેમણે પોતે ટ્વિટર પર ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ સતત ફેલાઈ રહ્યું છે. દિન પ્રતિદિન નવા કેસમાં તોતિંગ વધારો થતો જોવા મળે છે. અનેક મોટી હસ્તીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂકી છે. વધુ એક નામ ઉમેરાયું છે ગોવાના મુખ્યમંત્રીનું. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત (Pramod Sawant) કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાં છે. તેમણે પોતે ટ્વિટર પર ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી.
Corona: હાહાકાર મચાવતા જીવલેણ કોરોનાને રસી વગર પણ હરાવી શકાય!, જાણો શું કહ્યું WHOએ?
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, 'હું તમને લોકોને જણાવવામાં માંગુ છું કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું asymptomatic (લક્ષણો વગર) છું અને આથી મેં હોમ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે. હું મારા તમામ કામ ઘરેથી કરતો રહીશ. જે લોકો મારા સંપર્કમાં આવ્યાં છે તેમને મારી સલાહ છે કે તેઓ પણ જરૂરી સુરક્ષા વર્તે.'
Corona Update: કોરોનાના નવા કેસમાં મસમોટો વધારો, રંગરૂપ બદલી રહેલા વાયરસથી તજજ્ઞો પણ ચિંતાતૂર
વારંવાર રંગરૂપ બદલી રહ્યો છે કોરોના, ટેન્શનમાં એક્સપર્ટ્સ
ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે બધાની નજર કોરોના વેક્સિન પર છે. કારણ કે એવું માનવું છે કે વેક્સિન આવતા જ લોકોની જિંદગી પાછી પાટા પર દોડશે. પરંતુ એક નવા સ્ટડીમાં વિશેષજ્ઞોએ આ વાયરસને વારંવાર રંગરૂપ બદલતો જોયો છે. જે ખુબ ચિંતાનો વિષય છે. જો વાયરસ વારંવાર રંગરૂપ બદલતો રહે તો પછી વેક્સિનની અસરમાં પણ ફરક પડશે અને શક્ય છે કે વેક્સિન પણ આ વાયરસના સંક્રમણને રોકી ન શકે.
જર્નલ ઓફ લેબોરેટરી ફિઝિશિનનો આ રિપોર્ટ 1325 જીનોમ, 1604 સ્પાઈક પ્રોટીન અને 279 આંશિક સ્પાઈક પ્રોટીનના વિશ્લેષણ પર આધારિત હતો. આ તપાસ નમૂનાને 1 મે સુધી અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન (NCBI)માં રાખવામાં આવ્યાં અને ત્યાં તેના પર રિસર્ચ કરાયું.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube