પણજી: જો તમે આ વીકએન્ડ ગોવા (Goa) જઇને રજાઓ માણવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો. ગોવામાં સતત વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસને જોતાં રાજ્ય સરકારે તાત્કાલિક પ્રભાવથી લોકડાઉન (Lockdown) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રવેશની તમામ જગ્યાઓ પોલીસ બળની ચોક્સી વધારી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ દિવસ માટે લગાવ્યું લોકડાઉન
ગોવામાં વીકએન્ડની ભીડની આશંકા અને વધતા જતા કોરોના વાયરસ સંક્રમણને જોતાં રાજ્ય સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. ગોવામાં કોવિડ 19ને ફેલાતો રોકવા માટે લાગૂ ત્રણ દિવસના લોકડાઉન પહેલાં દિવસે રસ્તા પર લોકોની બિનજરૂરી અવરજવરને રોકવા માટે ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


ગોવામાં હજુ સુધી કોવિડ-19ના 3,108 કેસ સામે આવી ચૂકી ગયા છે અને 19 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. સતત એક અઠવાડિયા સુધી કોરોના વાયરસના કેસમાં વધારાને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે બિન જરૂરી સેવાઓ પર પ્રતિબંધ લગાવવનો નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે 'અત્યાર સુધી લોકડાઉન ઉલ્લંઘનના વધુ કેસ સામે આવ્યા નથી. કેટલીક છુટછવાઇ ઘટનાઓમાં પોલીસે લોકોને ઘરની અંદર રહેવાનો આગ્રહ કર્યો. 


ઉદ્યોગ સહિત આવશ્યકતા સેવાઓને લોકડાઉનથી છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે 10 ઓગસ્ટ સુધી દરરોજ રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી જનતા કર્ફ્યૂં લગાવવાની જાહેરાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube