નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. નવા વર્ષમાં દરેક ક્ષેત્ર અને દરેક વર્ગના લોકોને સકારાત્મક ઉર્જા અને બદલાવની અપેક્ષા છે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો હવામાનની રીતે વર્ષ 2022 ખેડૂતો માટે ખુબ જ પડકારભર્યું રહ્યું. બીજી બાજુ ખેડૂતોને આર્થિક સંકટથી ઉગારવામાં સરકારી યોજનાઓ પણ સફળ રહી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ નિર્ધારિત ટાર્ગેટ પણ પૂરા કર્યા. સરકારે ખેડૂતોની આવકને બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ માટે સરકારે વર્ષ 2022માં કેટલાક મહત્વના નિર્ણયો પણ લીધા. હવે હાલ એ પણ જોવું પડશે કે સરકારની નીતિઓ કૃષિ ક્ષેત્રમાં કઈ હદ સુધી વિસ્તાર વિકાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેતીમાં સોલર ઉર્જાનો ઉપયોગ
ખેતીમાં વીજળી અને ડીઝલનો ખર્ચો ઘણો વધી ગયો છે જેને ઓછો ક રવા માટે ખેડૂતોને સોલર ઉર્જા સાથે જોડવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આ માટે પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સોલર પેનલ લગાવવા માટે ડિજિટલ સબસિડી લોનની સુવિધા આપવામાં આવી રહી છે. આ યોજનાની સૌથી મોટી વાત એ છે કે વીજળી અને ડીઝલના પૈસા બનાવી શકાય છે. આ સાથે જ સોલર પેનલથી વીજળીના ઉત્પાદનને લઈને વધારાની આવક પણ રળી શકાય છે. 


શું વધશે પીએમ કિસાનનો હપ્તો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી આજે દેશના કરોડો ખેડૂતો લાભ મેળવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાથી આ યોજનામાંથી કેટલાક ખેડૂતોની બાદબાકી થઈ હતી જે વિવાદનો મુદ્દો બનેલો છે. ભૂમિહીન ખેડૂતો અને ખેડનારા મજૂરો પણ પીએમ કિસાન યોજના સાથે જોડાવવાની માંગણી કરી રહ્યા છે બીજી બાજુ સન્માન નિધિને વધારવાને લઈને સંશય બનેલો છે. 


કંઝાવલા કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસો, સ્કૂટી પર એક નહીં બે યુવતી, જુઓ Video


આવકવેરો ભરતા લોકોને નવા વર્ષે મોટી ભેટ, આ આવક પર હવે નહીં ભરવો પડે ટેક્સ


આ પાક છે ખેડૂતો માટે લીલુ સોનું, એક વાર વાવેતર અને 60 વર્ષ સુધી આવક જ આવક


એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર આ વર્ષે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારી શકે છે. પીએમ કિસાન યોજના હેઠળ 2 હેક્ટર કે તેનાથી ઓછી જમીન પર ખેતી કરનારા ભારતીય  ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. કૃષિના વધતા ખર્ચ વચ્ચે સરકાર આ રકમને 8થી 10,000 રૂપિયા કરી શકે છે. 


માર્કેટમાં ઉપલબ્ધ થઈ રહ્યો છે નૈનો ડીએપી
2023ની શરૂઆતમાં જ ખેડૂતોને મોટી ખુશખબરી મળવા જઈ રહી છે. ખાતરના વધતા વપરાશથી માટી અને  પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. તેને આગામી 9 ખાતરથી ઓછો કરાઈ રહ્યું છે. થોડા સમય પહેલા ઈસકોએ નૈનો યુરિયા લોન્ચ કર્યું હતું જે ઉત્પાદનને વધારવામાં ઘણું મદદગાર સાબિત થયું. આ કડીમાં હવે નૈનો ડીએપી ખાતર લાવવામાં સરકાર મદદ કરી રહી છે. 


જાડા અનાજ પર ફોકસ
ભારતના પ્રસ્તાવ અને સારા દેશોના સમર્થન બાદ આગામી વર્ષ 2023ને સમગ્ર દુનિયા આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે ઉજવવા જઈ રહી છે. ભારત જ જાડા અનાજનો મોટો ઉત્પાદક દેશ છે. આથી દેશ દુનિયામાં જાડા અનાજ પ્રત્યે જાગૃતત વધારવા માટે પૂરેપૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. આ વર્ષે ખેડૂતોને ધાન ઘઉની જગ્યાએ મોટા અનાજની ખેતી કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube