FM Nirmala Sitharaman: Income Tax ભરતા લોકોને નવા વર્ષે મળી મોટી ભેટ, ખાસ જાણો કઈ આવક પર નહીં ભરવો પડે ટેક્સ

Income Tax Latest News: આવકવેરો ભરતા લોકો માટે અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. મધ્યમવર્ગથી લઈને તમામ વર્ગો માટે આવક પર લાગનારો ટેક્સ ખુબ જરૂરી ગણાતો હોય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ અંગે મોટી જાણકારી આપી છે. કયા પ્રકારની આવક પર એક રૂપિયો પણ ટેક્સ નહીં લાગે તે અંગે કેન્દ્ર સરકારે જણાવ્યું છે. જેને લઈને આખી ગાઈડલાઈન આપવામાં આવી છે.

FM Nirmala Sitharaman: Income Tax ભરતા લોકોને નવા વર્ષે મળી મોટી ભેટ, ખાસ જાણો કઈ આવક પર નહીં ભરવો પડે ટેક્સ

Income Tax Latest News: આવકવેરો ભરતા લોકો માટે અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. મધ્યમવર્ગથી લઈને તમામ વર્ગો માટે આવક પર લાગનારો ટેક્સ ખુબ જરૂરી ગણાતો હોય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ અંગે મોટી જાણકારી આપી છે. કયા પ્રકારની આવક પર એક રૂપિયો પણ ટેક્સ નહીં લાગે તે અંગે કેન્દ્ર સરકારે જણાવ્યું છે. જેને લઈને આખી ગાઈડલાઈન આપવામાં આવી છે. આ સાથે જ આ વખતે બજેટમાં સરકાર ટેક્સપેયર્સને મોટી રાહત આપવાનો પ્લાન બનાવી રહી છે. 

એક રૂપિયો ટેક્સ નહીં લાગે
અત્રે જણાવવાનું કે આમ તો 2.5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હોય છે. પરંતુ આ સિવાય પણ એવી કેટલીક આવક છે જેના પર તમારે એક રૂપિયો ટેક્સ આપવો પડતો નથી. કઈ કઈ આવક ટેક્સ ફ્રી છે તે વિશે અમે તમને જણાવીશું. 

ગ્રેજ્યુઈટી પર ટેક્સ નથી લાગતો
નોકરીયાત વ્યક્તિ જો કોઈ પણ સંસ્થાનમાં 5 વર્ષ બાદ પોતાની કંપની છોડે તો તેને ગ્રેજ્યુઈટીનો ફાયદો મળે છે. આ રકમ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. જો સરકારી કર્મચારીની વાત કરીએ તો તેમની 20 લાખ રૂપિયા સુધીની રકમ ટેક્સ ફ્રી હોય છે. જ્યારે પ્રાઈવેટ કર્મચારીઓની 10 લાખ રૂપિયા સુધીની રકમ ટેક્સ ફ્રી હોય છે. 

PPF અને EPS પર ટેક્સ નહીં
આ સિવાય પીપીએફના પૈસા ઉપર પણ કોઈ ટેક્સ લાગતો નથી. તેના પર મળનારું વ્યાજ મેચ્યોરિટી પીરિયડ પૂરો થવા પર મળનારી રકમ એમ ત્રણેય ટેક્સ ફ્રી છે. આ સાથે જ સતત 5 વર્ષ કામ કર્યા બાદ કર્મચારી પોતાનો EPF ઉપાડે તો તેણે તે રકમ ઉપર પણ ટેક્સ ભરવો પડતો નથી. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

ગિફ્ટ ઉપર પણ ટેક્સ નહીં
આ સિવાય જો તમને તમારા માતા પિતા તરફથી કોઈ પણ કૌટુંબિક પ્રોપર્ટી, કેશ કે પછી દાગીના મળ્યા હોય તો તે ટેક્સમાંથી બાકાત રહે છે. આ પ્રકારની ભેટ પર  ટેક્સ લાગતો નથી. પણ અહીં એ વાત સમજવી પડશે કે માતા પિતા પાસેથી મળેલી રકમને રોકાણ કરીને જો કમાણી કરવા માંગતા હોવ તો તેમાંથી થતી આવક પર ટેક્સ ભરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news