CBSE તરફથી આવ્યા સારા સમાચાર, આ વિદ્યાર્થીઓને મળશે ફાયદો
CBSE બોર્ડે ગુરૂવારે આ જાહેરાત કરી છે કે CBSE પાસેથી માન્યતા પ્રાપ્ત સ્કૂલોમાં એડમિશન લેવા માંગતા વિદેશી બોર્ડ્સના વિદ્યાર્થીઓને હવે પૂર્વ અનુમતિ લેવાની જરૂર નહી પડે.
નવી દિલ્હી: CBSE બોર્ડે ગુરૂવારે આ જાહેરાત કરી છે કે CBSE પાસેથી માન્યતા પ્રાપ્ત સ્કૂલોમાં એડમિશન લેવા માંગતા વિદેશી બોર્ડ્સના વિદ્યાર્થીઓને હવે પૂર્વ અનુમતિ લેવાની જરૂર નહી પડે.
વિદેશથી પરત ફરી રહ્યા છે ઘણા પરિવાર
કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ના એક અધિકારી જણાવ્યું કે વિદ્યાર્થીઓને અનુમતિ સંબંધી અરજીની સંખ્યા વધાર્યા બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. કોવિડ 19 મહામારી બાદ ઘણા પરિવાર વિભિન્ન કારણોથી વિદેશોથી પરત ફરી રહ્યા છે.
સમાનતાના આધારે મળશે એડમિશન
CBSE ના એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે કહ્યું 'કોરોના મહામારી બાદ ઘણા પરિવાર વિભિન્ન જગ્યાએથી ભારત આવી રહ્યા છે. એટલા માટે વિદેશી બોર્ડ્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી CBSE પાસેથી માન્યતા પ્રાપ્ત સ્કૂલોમાં એડમિશન લઇ રહ્યા છે. જોકે બે અલગ-અલગ બોર્ડ્સની સમાનતાના આધારે બીજા બોર્ડ્સના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે તો વિદેશી બોર્ડ્સમાંથી આવેલા વિદ્યાર્થીઓ સ્કૂલો દ્વારા CBSE ને અરજી કરી રહ્યા છે કે તેમને સમાનતાના આધારે 9મા અને 11મા ધોરણમાં એડમિશન આપવાની અનુમતિ આપવામાં આવે.'
Mobile બાદ Oppo હવે ભારતમાં ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર લાવશે, વ્યાજબી EV ની આશા જાગી
નહી લેવી પડે પૂર્વ અનુમતિ
ભારદ્વાજએ જણાવ્યું કે આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોની સમસ્યાઓ અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં CBSE સીબીએસઇએ નિર્ણય લીધો છે કે હવે વિદેશી બોર્ડ્સમાંથી આવનાર સીબીએસઇમાંથી માન્યતા પ્રાપ્ત સ્કૂલોમાં દાખલા લેવા માટે એવી કોઇ પૂર્વ અનુમતિ લેવી નહી પડે.
સ્કૂલો માટે લેવામાં આવી શકે છે એડમિશન
તેમણે કહ્યું કે 'વિદેશી બોર્ડ્સની 10મા અને 12મા ધોરણા સીબીએસઇના સમાનતાની યાદી અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. હવે સ્કૂલ સીબીએસઇ પાસેથી કોઇ અનુમતિ લીધા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube