નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની નિયમિત પત્રકાર પરિષદમાં મંગળવારે જણાવ્યું કે, ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં સતત સુધાર થઈ રહ્યો છે. મંત્રાલયમાં સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, ભારતમાં 62 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે, જે દુનિયામાં સૌથી વધુ છે. તેમણે જણાવ્યું કે, ટેસ્ટ વધારવા છતાં કેસ પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે, જે ચોક્કસપણે સારો સંકેત છે. આ સિવાય એક્ટિવ કેસ સતત ઘણા દિવસથી 9 લાખ કરતા નીચે છે. હકીકતમાં, ટેસ્ટ વધવા છતાં કેસ પોઝિટિવિટી રેટમાં ઘટાડાને તે રૂપમાં માની શકાય કે સંક્રમણની ગતિ ધીમી પડી ગઈ છે. પોઝિટિવિટી રેટનો મતલબ દર 100 ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓ સાથે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં 87 ટકા દર્દીઓ થઈ ચુક્યા છે સાજા, ડેથ રેટ 1.53 ટકા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં કુલ સંક્રમિતોમાંથી આશરે 87 ટકા સાજા થઈ ગયા છે. એક્ટિવ કેસ માત્ર 11.69 ટકા છે જે હોસ્પિટલમાં છે અથવા હોમ આઇસોલેશનમાં. સ્વાસ્થ્ય મંત્રાલયે તે પણ જણાવ્યું કે, ભારતમાં કોરોનાથી મૃત્યુદર 1.53 ટકા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube