નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ ઇન્ડિયન સિટિઝન (NRC) પર દેશભરમાં વિપક્ષી દળો દ્વારા મચેલી બબાલ વચ્ચે આજે સરકારે સ્પષ્ટતા કરી છે કે NRCને લાગુ કરવા માટે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. અત્રે જણાવવાનું કે વિપક્ષી દળો NRCનો ખુબ વિરોધ કરી રહ્યાં છે. આ ઉપરાંત લોકસભામાં આજે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનને લઈને પણ ખુબ ઘમાસાણ થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે હજુ સુધી સરકારે રાષ્ટ્રીય સ્તરે NRC બનાવવાનો કોઈ નિર્ણય લીધો નથી. દિલ્હીમાં વિપક્ષી દળોએ CAA અને NRCના વિરોધમાં બેઠક પણ યોજી હતી. જો કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને બીએસપી ચીફ માયાવતી સામેલ થયા નહતાં. 


શાહીન બાગ: 4 માસના બાળકને લઈને વિરોધ કરવા આવતી હતી માતા, કાતિલ ઠંડીએ લીધો માસૂમનો ભોગ


રાષ્ટ્રપતિના અભિભાષણમાં પણ NRCનો ઉલ્લેખ નહતો
સરકારે આ મુદ્દે અનેકવાર નિવેદન આપીને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાની કોશિશ કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને સદનોની સયુંક્ત બેઠકને સંબોધતા NRCનો કોઈ ઉલ્લેખ કર્યો નહતો. જો કે સાત મહિના પહેલા જ તેમણે એ જાહેરાત કરી હતી કે ડેટાબેસ માટે દરેક ભારતીય અંગે 'પ્રાથમિકતાના આધારે જાણકારી' ભેગી કરવામાં આવશે. નવી લોકસભા રચાયા બાદ 20 જૂન 2019ના રોજ કોવિંદે કહ્યું હતું કે ગેરકાયદે ઘૂસણખોરો ભારતની આંતરિક સુરક્ષા માટે મોટું જોખમ છે અને તેનાથી દેશના અનેક ભાગોમાં સામાજિક અસંતુલન વધવાની સાથે જ આજીવિકા સહિતના મુદ્દો પર ખુબ દબાણ છે. તેમણે કહ્યું હતું કે મારી સરકારે NRCને ઘૂસણખોરી પ્રભાવિત વિસ્તારોમાં પ્રાથમિકતાના આધારે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઘૂસણખોરી રોકવા માટે સરહદે સુરક્ષા વધુ ચુસ્ત કરાશે. 


World Cancer Day: દુનિયાને મોતના ભરડામાં લઈ રહ્યું છે કેન્સર, બચવા માટે આ ચીજોનું રાખો ધ્યાન 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો જાણવા માટે કરો ક્લિક...