નવી દિલ્હીઃ નાણામંત્રી અરૂણ જેટલીએ મંગળવારે જણાવ્યું કે, સરકારે પૂર્વ RBI ગવર્નર ઉર્જિત પટેલ પાસે ક્યારેય રાજીનામુ માગ્યું નથી. એક સમાચાર ચેનલ સાથે કાર્યક્રમમાં વાતચીત દરમિયાન અરૂણ જેટલીએ જણાવ્યું કે, સરકારને RBIના કેપિટલ રિઝર્વ (મૂડી ભંડાર)માંથી એક પણ રૂપિયાની જરૂર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉર્જિત પટેલ દ્વારા અચાનક રાજીનામું આપી દેવા અંગે જેટલીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી સરકાર અને RBI વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ હતા. RBI બોર્ડની બેઠકમાં તેના અંગે ચર્ચા પણ થઈ હતી કે કેન્દ્રીય બેન્ક પાસે કેટલું રિઝર્વ કેપિટલ હોવું જોઈએ. જોકે, સરકારે ક્યારેય તેનું રાજીનામુ માગ્યું નથી. ઉર્જિત પટેલના સ્થાને સરકારે પૂર્વ આઈએએસ અધિકારી શક્તિકાંત દાસને RBIના નવા ગવર્નર બનાવ્યા છે. 


ગુજરાત સરકારની મોટી જાહેરાત, 6.22 લાખ ગ્રાહકોનું 625 કરોડ રૂપિયાનું લાઈટબીલ થશે માફ


આ અગાઉ 13 ડિસેમ્બરના રોજ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચે મદભેદ છે. તેમણે જણાવ્યું હતું કે, બે-ત્રણ મુદ્દે સરકારના રિઝર્વ બેન્ક સાથે મતભેદ છે. જોકે, તેમણે એ સવાલ પણ ઉઠાવ્યો કે, રિઝર્વ બેન્કના કામકાજ કરવાની પદ્ધતિની ચર્ચા કરવા માત્રથી કેવી રીતે એક સંસ્થાને 'નષ્ટ' કરવાનું કહેવામાં આવી રહ્યું છે. 


તેમણે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી સહિત પૂર્વ સરકારોના એવા ઉદાહરણ આપ્યા, જેમાં આરબીઆઈના તત્કાલિક ગવર્નરોને રાજીનામું આપી દેવા જણાવાયું હોય.


ટુંક સમયમાં તમામ નાગરિકોનાં ખાતામાં 15-15 લાખ જમા થશે, મોદીના મંત્રીની જાહેરાત


એક રિપોર્ટ અનુસાર, સરકારે આરબીઆઈ કાયદાની ધારા-7નો પ્રથમ ઉપયોગ કરીને કેન્દ્રીય બેન્ક સાથે વાટાઘાટો શરૂ કરીહતી. આ ધારા અંતર્ગત કેન્દ્ર સરકાર આરબીઆઈને પ્રજાહિતમાં પગલું ભરવા માટે જણાવી શકે છે. તેનાથી વિવિધ વર્ગોમાં ચિંતા વધી ગઈ હતી. આ ઉપરાંત આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય દ્વારા આરબીઆઈની સ્વાયત્તતાની સાથે સમાધાન કરવાની વાત કહેવાને કારણે પણ ચિંતા વધી ગઈ હતી. જોકે, જેટલીએ એવું જણાવ્યું નથી કે, વાટાઘાટો કેવી રીતે શરૂ કરાઈ હતી. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...