પીરિયડના દુખાવામાં મહિલાઓ આ દવા લેતી હોય તો સાવઘાન, સરકારે આપ્યું મોટી બીમારીનું એલર્ટ
Period painkiller Meftal Spas : મહિલાઓને માસિક દરમિયાન થતા દુખાવામાં રાહત આપતી આ દવા તમને નસનસમાં રોગ આપી દેશે... સરકારે મૂક્યો પ્રતિબંધ
Painkiller Side Effect : મહિલાઓ માસિક દરમિયાન થતા દુખાવાથી રાહત મેળવવા માટે જે દવા લે છે તેના પર મોટા સમાચાર આવ્યા છે. મેફ્ટાલ સ્પાસ પ્રીસ્ક્રિપ્શન વિના લેવા પર પ્રતિબંધ મુકાયો છે. માસિક દરમિયાન થતા દર્દથી રાહત માટે 10માંથી 4 કે 5 મહિલાઓ મેફ્ટાલ સ્પાસ દવા લેતી હોય છે. પરંતુ તાજેતરના એક અભ્યાસમાં તેની ગંભીર આડઅસર થતી હોવાનો ખુલાસો થયો છે. જે બાદ એક મોટો નિર્ણય લઈને તેના સીધા વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દવાથી કિડની, ચામડીને આડઅસર થતી હોવાનો રિપોર્ટ હતો. જે બાદ ઈન્ડિયન ફાર્માકોપીએ કમિશને મહત્વના નિર્દેશો આપી તબીબોને દવાના પ્રીસ્ક્રાઈબ ન કરવા માટે તાકીદ કરી છે.મેફ્ટાલ સ્પાસના કારણે ચક્કર આવવા, ચામડી પર ચકામા થવા, શરીર પર સોજા આવવાની ફરિયાદ હતી.
દવામાં વપરાતા મેફેનામિક એસિડની સીધી અસર કિડની પર થતી હોવાનું અભ્યાસમાં તારણ હતું. અત્યાર સુધી મેડિકલ પર પ્રિસ્ક્રિપ્શન વિના મળતી હતી મેફ્ટાલ સ્પાસ પરંતુ હવે તેના સુધી વેચાણ પણ પ્રતિબંધ મુકાયો છે. નિષ્ણાંત તબીબો મેફ્ટાલ સ્પાસના બદલે કોઈ પણ પેરાસિટામોલ ટેબ્લેટ લેવાની સલાહ આપી રહ્યા છે.
વિદેશી પક્ષીઓને લાગ્યો સુરતી ગાંઠીયાનો ચટાકો, નદીની માછલી છોડીને ગાંઠીયા ખાવા લાગ્યા
IPC એ કહ્યું કે, ફાર્માકોવિલિજેન્સ પ્રોગ્રામ ઓફ ઈન્ડિયા (PvPI) ડેટાબેઝની દવાથી થનારી સાઈડ ઈફેક્ટસના પ્રારંભિક વિશ્લેષણની માલૂમ પડ્યું કે તેનાથી ઈઓસિનોફિલિયા અને સિસ્ટમ લશ્રણ (Dress Syndrome) થાય છે. મેડિકલ એક્સપર્ટસે આ દવાની સાઈડ ઈફેક્ટથી થનારા લક્ષણો વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે, ડ્રેસ સિન્ડ્રોમને કારણે આંતરડા સંબંધી બીમારીઓ જેમ કે, હેપેટાઈટિસ, ન્યૂમોનાઈટિસ, માયોકાર્ડિટિસ, પેરિકાર્ડિટિસ, નેફ્રેટિસ અને કોલાઈટિસ થઈ શકે છે. જે મોતનું કારણ બની શકે છે. એક્સપર્ટેસે એમ પણ કહ્યું કે, અનેક કિસ્સાઓમાં લ્યૂકોસાઈટોસિસની સાથે ઈઓસોનિફિલિયા કે મોનોન્યૂક્લિઓસિસ પણ થઈ શકે છે. ડ્રેસ સિન્ડ્રોમની તરત દવા કરાવી લેવી જરૂરી છે. આ દવા માર્કેટમાં વેચાતી હોય તો તેને તાત્કાલિક અસરથી ઉઠાવી લેવી જોઈએ.
મેફ્ટાલનું મુખ્ય ઘટક મેફેનૈમિક એસિડ
પ્રાપ્ત માહિતી અનુસાર, મેફ્ટાલનું મુખ્ય ઘટક મેફેનૈમિક એસિડ છે. આ એક પેનકિલર દવા છે. જેનો ઉપયોગ માંસપેશીઓમાં સાંધાના દુખાવાના દર્દ ઉપરાંત માસિકનો દુખાવો ઓછો કરવા માટે પણ થાય છે. આ સાથે જ તેનો ઉપયોગ ગળામાં ખારાળ, નસમાં દર્દ અને માંસપેશીઓના દર્દ માટે પણ કરવામાં આવે છે.
અંબાલાલની આગાહીએ લોકોને ડરાવ્યા, આ તારીખ બાદ ગુજરાતના વાતાવરણમાં આવશે મોટો પલટો