Government jobs : સરકારી નોકરીઓ માટે લોકો પડાપડી કરતા હોય છે. એમાં પણ આ 5 નોકરી મળી ગઈ તો તમને બખ્ખાં થઈ જશે. તમે નસીબવાળા કહેવાશો. ભારતમાં સરકારી નોકરીઓની સૌથી વધુ માંગ રહે છે. આવી સ્થિતિમાં યુવાનો સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે દિવસ-રાત તૈયારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સરકારી ક્ષેત્રમાં નોકરી મેળવવા પર ઘણી સુવિધાઓ પણ આપવામાં આવે છે. ભારતમાં ઘણી એવી સરકારી નોકરીઓ છે જેમાં ખૂબ સારો પગાર મળે છે. તો જાણી લો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સરકારી નોકરીઓમાં તમને વધુ પગાર અને સુવિધાઓ મળે છે-


- IAS અને IPS


- NDA અને સંરક્ષણ સેવાઓ


- ISRO, DRDO વૈજ્ઞાનિક/એન્જિનિયર


- RBI ગ્રેડ B


-  ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ


- PSU નોકરીઓ


- સરકારી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, લેક્ચરર


- સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી


- વિદેશ મંત્રાલયમાં ASO


- ભારતીય વિદેશ સેવા


1. IAS અને IPS


IAS અને IPS POSTS ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ પોસ્ટ્સ છે. એક IPSને SP તરીકે પોસ્ટ આપવામાં આવે છે. IAS ને કલેક્ટર કમ DM (જિલ્લા મેજિસ્ટ્રેટ) (પોલીસ અધિક્ષક) નું પદ આપવામાં આવે છે. આ પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો પ્રારંભિક પગાર આ પ્રમાણે છે.


IAS - રૂ. 56,100


IPS - રૂ. 56,100


2. NDA અને સંરક્ષણ સેવાઓ


સંરક્ષણ સેવાઓમાં વિવિધ નોકરીઓ મેળવવા માટે ઉમેદવારોએ NDA, CDS, AFCAT જેવી વિવિધ પરીક્ષાઓ પાસ કરવી પડે છે. ભારતીય સેનામાં જવાનોને પણ સારો પગાર મળે છે. ભારતીય સેનામાં વિવિધ પદો માટેનો પગાર નીચે મુજબ છે.


લેફ્ટનન્ટ - રૂ. 68,000


મેજર - રૂ. 1,00,000


સુબેદાર મેજર - રૂ. 65,000


3. ISRO, DRDO ના વૈજ્ઞાનિક/એન્જિનિયર


રિસર્ચ અને ડેવલોપમેન્ટ વિભાગમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા એન્જિનિયરિંગ ઉમેદવારો ISRO અને DRDOમાં વૈજ્ઞાનિક અને એન્જિનિયરની પોસ્ટ માટે અરજી કરી શકે છે. જેમાં પસંદ કરેલા ઉમેદવારોને શરુઆતનો પગાર નીચે મુજબ આપવામાં આવશે.


વૈજ્ઞાનિક - રૂ. 60,000


4. RBI ગ્રેડ B


બેંકિંગ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો માટે, તમારી કારકિર્દી શરૂ કરવા માટે RBI ગ્રેડ B શ્રેષ્ઠ સ્થાન છે. આરબીઆઈની આ સેવામાં પસંદગી પામેલા ઉમેદવારોને આવો પ્રારંભિક પગાર આપવામાં આવે છે.


ટેકનિકલ ઈન્ટેલિજન્સ એજન્સીમાં નોકરી કરવાની ગોલ્ડન તક, 5 આંકડામાં મળશે પગાર


ગૂગલમાં 16 વર્ષ નોકરી કરનારને સવારે 3 વાગ્યે કાઢી મુકાયો, કર્મચારીએ લખી ભાવુક પોસ્ટ


પત્રકારો પર તવાઈ, છટણીના કારણે ઢગલાબંધ રિપોર્ટર, એન્કર અને પ્રોડ્યુસરો ઘરભેગા!


RBI ગ્રેડ B - રૂ. 67,000


5. ભારતીય ફોરેસ્ટ સર્વિસ


ભારતીય ફોરેસ્ટ સર્વિસ પ્રકૃતિ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ નોકરીઓમાંની એક છે. ભારતીય વન અધિકારીઓ સામાન્ય રીતે જંગલોમાં કામ કરે છે અને વન્ય જીવન અને પર્યાવરણનું રક્ષણ કરે છે. ભારતીય વન સેવાઓમાં પસંદગી પામવા માટે ઉમેદવારે સિવિલ સર્વિસ પરીક્ષામાં હાજર રહેવું પડશે. સિલેક્ટ થયા પછી તમને આ રીતે પગાર મળે છે.


ભારતીય વન સેવા - રૂ. 60,000


6. PSU નોકરીઓ


પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સમાં નોકરી મેળવવા માટે એન્જિનિયરિંગ ઇચ્છુકોએ GATE પરીક્ષામાં હાજર રહેવું પડશે. જાહેર ક્ષેત્રના વિવિધ ઉપક્રમો દ્વારા આપવામાં આવતી નોકરીમાં સારો પગાર આપવામાં આવે છે. BHEL, IOCL અને ONGC જેવી વિવિધ સંસ્થાઓ પાસે અલગ અલગ પગાર પેકેજ છે.


એન્જિનિયરની પોસ્ટ - રૂ. 60,000


7. સરકારી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, લેક્ચરર


ભારતમાં એક આસિસ્ટન્ટ પ્રોફેસરને પણ તેના અનુભવના આધારે સારો પગાર મળે છે. તેમને રહેઠાણની સુવિધા, મેડિકલ જેવી સુવિધાઓ મળે છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટેનો પ્રારંભિક પગાર નીચે મુજબ છે.


આસિસ્ટન્ટ પ્રોફેસર - રૂ. 40,000


8. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી


SSC સરકારી મંત્રાલયોમાં વિવિધ જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાઓનું આયોજન કરે છે. આ પરીક્ષાઓ વિવિધ ગ્રુપ B અને C પોસ્ટ માટે કર્મચારીઓની પસંદગી કરવા માટે લેવામાં આવે છે. SSC પસંદ કરેલા ઉમેદવારોને સારો પગાર આપે છે. આ સાથે ઉમેદવારોને ફર્નિશ્ડ હાઉસ, વાહન, કાર અને ડ્રાઈવર જેવી સુવિધાઓ આપવામાં આવે છે. આ પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારોને આ રીતે પગાર મળે છે.


વિવિધ પોસ્ટ્સ - રૂ. 45,000


9. વિદેશ મંત્રાલયમાં ASO


ASO તરીકે નોકરી મેળવવા માટે, ઉમેદવારે SSC CGL પાસ કરવું પડશે. જો પસંદ કરવામાં આવશે તો તેમને રહેવાની સાથે સાથે સારો પગાર પણ મળશે. વિદેશ મંત્રાલયમાં ASO ની પોસ્ટ માટે પ્રારંભિક પગાર નીચે મુજબ હશે.


ASO - રૂ. 1.25 લાખ


10. ભારતીય વિદેશ સેવા


ભારતીય વિદેશ સેવામાં જોડાવા માટે ઉમેદવારોએ UPSC પરીક્ષા પાસ કરવી પડશે. પસંદ કરેલા ઉમેદવારોનો પ્રારંભિક પગાર નીચે મુજબ હશે.


ભારતીય વિદેશ સેવા (IFS) – રૂ. 60,000


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube