ટેકનિકલ ઈન્ટેલિજન્સ એજન્સીમાં નોકરી કરવાની ગોલ્ડન તક, 5 આંકડામાં મળશે પગાર

Government Job: NTROની ઓળખ ભારત સરકારની એક ટેકનિકલ ઈન્ટેલિજન્સ એજન્સી તરીકે થાય છે. જે પ્રધાનમંત્રી કાર્યાલયના સુરક્ષા સલાહકાર અંતર્ગત કામ કરે છે. NTROની સ્થાપના 2004માં કરવામાં આવી હતી.

ટેકનિકલ ઈન્ટેલિજન્સ એજન્સીમાં નોકરી કરવાની ગોલ્ડન તક, 5 આંકડામાં મળશે પગાર

Sarkari Naukri: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓની પાસે નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં નોકરી કરવાની તક રહેલી છે. NTROએ એવિએયર-2 અને ટેકનિકલ આસિસ્ટન્ટના પદ પર નિયુક્ત માટે અરજી મંગાવી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર NTROની ઓફિશિયલ વેબસાઈટ ntro.gov.in પર જઈને તમે નોકરી માટે એપ્લાય કરી શકો છો. ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે કે તે 21 જાન્યુઆરી 2023 સુધી એવિએયર-2 અને ટેકનિકલ આસિસ્ટન્ટના પદ માટે એપ્લાય કરી શકે છે. એપ્લાય કરવાની તારીખ નજીક છે. એવામાં તમે ઝડપથી આ પદ માટે એપ્લાય કરી શકો છો. નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં કુલ મળીને 182 પદ પર ભરતી કરવામાં આવશે. NTROની ઓળખ ભારત સરકારની એક ટેકનિકલ ઈન્ટેલિજન્સ એજન્સી તરીકે થાય છે. જે પ્રધાનમંત્રી કાર્યાલયના સુરક્ષા સલાહકાર અંતર્ગત કામ કરે છે. NTROની સ્થાપના 2004માં કરવામાં આવી હતી. તે ઈન્ટેલિજન્સ બ્યૂરો અને રિસર્ચ એનાલિસીસ વિંગની જેમ કામ કરે છે. 

કેટલી જગ્યા માટે ભરતી:
NTRO અંતર્ગત થનારી ભરતીમાં એવિએટર-2ની 22 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જ્યારે ટેકનિકલ આસિસ્ટન્ટના પદ માટે 160 જગ્યાઓ ભરવામાં આવશે. કુલ મળીને 182 જગ્યા ભરવામાં આવશે. 

કેટલો પગાર મળશે:
જે ઉમેદવારોને એવિએટર-2ના પદ પર સિલેક્ટ કરવામાં આવશે. તેમને લેવલ-10 પે મેટ્રિક્સ તરીકે પગાર ચૂકવવામાં આવશે. તે અંતર્ગત દર મહિને 56,100થી લઈને 1,77,500 રૂપિયા સુધીની ચૂકવણી કરવામાં આવશે. જ્યારે ટેકનિકલ આસિસ્ટન્ટના પદ પર નિયુક્ત થનારા ઉમેદવારોને લેવલ 7 અંતર્ગત 44,900થી લઈને 1,42,400 સુધીનો પગાર મળશે.

NTRO રિક્રુટમેન્ટ માટે યોગ્યતા:
એવિએટર પદ માટે એપ્લાય કરનારા ઉમેદવારની પાસે એન્જિનિયરીંગની ડિગ્રી હોવી જરૂરી છે. 35 વર્ષથી ઓછી વયના ઉમેદવાર આ વેકેન્સી માટે એપ્લાય કરી શકે છે. શારીરિક ક્ષમતાની વાત કરીએ તો પુરુષ ઉમેદવારની લંબાઈ 155 સેમી અને મહિલા ઉમેદવારની 150 સેમી હોવી જોઈએ. તે સિવાય ઉમેદવારને સ્પાઈનલ ડિસએબિલિટી, કલર ડેફિશીયન્સી, કોગ્નેટિવ ડિસઓર્ડર જેવી સમસ્યા ન હોવી જોઈએ. ટેકનિકલ આસિસ્ટન્ટના પદ પર એપ્લાય કરનારા ઉમેદવારની પાસે પણ એન્જિનિયરીંગની ડિગ્રી હોવી જોઈએ. આ પદ માટે એપ્લાય કરનારની ઉંમર 30 વર્ષ છે. સ્પાઈનલ ડિસએબિલિટી, કલર ડેફિશીયન્સી, કોગ્નેટિવ ડિસઓર્ડર જેવી સમસ્યા ન હોવી જોઈએ. 

શુ છે સિલેક્શન પ્રોસેસ:
NTRO ભરતી અંતર્ગત ઉમેદવારોને બે સ્ટેજમાં થનારી ટેસ્ટને ક્લિયર કરવાની રહેશે. તેમાં સૌથી પહેલાં OMR બેસ્ડ ઓબ્જેક્ટિવ ટાઈપ એક્ઝામ છે. જ્યારે બીજો સ્ટેજ ઈન્ટરવ્યૂનો છે. ઉમેદવારોને જણાવવામાં આવે છે કે રિટર્ન એક્ઝામ 200 માર્ક્સ અને ઈન્ટરવ્યૂ 50 માર્કની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news