નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં રસી સૌથી મોટું હથિયાર ગણાઈ રહ્યું છે અને દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી મૂકવામાં આવી રહી છે. આ બધા વચ્ચે સરકારની પેનલ National Immunization Technical Advisory Group (NTAGI) એ રસીકરણ અંગે અનેક ભલામણો કરી છે. જેમાં કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારવાની વાત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 ડોઝ વચ્ચે 12-16 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ
સરકારની પેનલે ભલામણ કરી છે કે કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ. આ અગાઉ આ અંતર 6થી 8 સપ્તાહ સુધી રાખવાની વાત કરાઈ હતી. કેન્દ્ર સરકારે પણ માર્ચમાં કોવિશીલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે અંતર 28 દિવસથી વધારીને 6થી 8 સપ્તાહનું કરવાની વાત કરી હતી. 


કોરોનાથી ઠીક  થયા બાદ 6 મહિના સુધી ન મૂકાવો રસી
આ સાથે જ સરકારી પેનલે કહ્યું કે જે લોકો કોવિડ-19માંથી સાજા થઈ ચૂક્યા છે અને  તપાસમાં તેમના સાર્સ સીઓવી-2થી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે તે લોકોએ સાજા થયા બાદ છ મહિના સુધી સુધી રસીકરણ કરાવવું જોઈએ નહીં. 


Breaking: હવે જલદી આવશે બાળકો માટેની કોરોના રસી, DCGI એ કોવેક્સીનની બાળકો પર ટ્રાયલને આપી મંજૂરી


ગર્ભવતી મહિલાઓને મળે રસીનો વિકલ્પ
સરકારી પેનલે કહ્યું કે ગર્ભવતી મહિલાઓને કોવિડ-19ની રસીનો કોઈ વિકલ્પ આપી શકાય છે. આ સાથે જ સ્તનપાન કરાવનારી મહિલાઓ બાળકોને જન્મ આપ્યા બાદ કોઈ પણ સમયે રસી મૂકાવી શકે છે. 


Covid-19 Update: ફરી વધવા લાગ્યો કોરોના, 24 કલાકમાં 3.62 લાખથી વધુ નવા કેસ, 4120 લોકોના મૃત્યુ


24 કલાકમાં 3.62 લાખથી વધુ કેસ
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા  3,62,727 લાખ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,37,03,665 પર પહોંચ્યો છે. જેમાંથી 1,97,34,823 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે 37,10,525 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાના કારણે એક દિવસમાં 4120 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મોતનો આંકડો 2,58,317 પર પહોંચ્યો છે. એક દિવસમાં જો કે 3,52,181 દર્દીઓએ કોરોનાને માત પણ આપી છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 17,72,14,256 લોકોનું રસીકરણ કરાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube