Covid-19 Update: ફરી વધવા લાગ્યો કોરોના, 24 કલાકમાં 3.62 લાખથી વધુ નવા કેસ, 4120 લોકોના મૃત્યુ

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લેતો. વચ્ચે કેસ ઘટ્યા બાદ હવે વળી પાછા વધવા લાગ્યા છે.

 Covid-19 Update: ફરી વધવા લાગ્યો કોરોના, 24 કલાકમાં 3.62 લાખથી વધુ નવા કેસ, 4120 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લેતો. વચ્ચે કેસ ઘટ્યા બાદ હવે વળી પાછા વધવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોના વાયરસના નવા 3.62 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 4000થી વધુ લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. 

24 કલાકમાં 3.62 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા  3,62,727 લાખ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,37,03,665 પર પહોંચ્યો છે. જેમાંથી 1,97,34,823 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે 37,10,525 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાના કારણે એક દિવસમાં 4120 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મોતનો આંકડો 2,58,317 પર પહોંચ્યો છે. એક દિવસમાં જો કે 3,52,181 દર્દીઓએ કોરોનાને માત પણ આપી છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 17,72,14,256 લોકોનું રસીકરણ કરાયું છે. 

Total cases: 2,37,03,665
Total discharges: 1,97,34,823
Death toll: 2,58,317
Active cases: 37,10,525

Total vaccination: 17,72,14,256 pic.twitter.com/2hCw318J4T

— ANI (@ANI) May 13, 2021

18 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશભરમાં ગઈ કાલે 18,64,594 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં દેશભરમાંથી કુલ 30,94,48,585 કોવિડ-19 ટેસ્ટિંગ હાથ ધરાયા છે. 

ગુજરાતમાં ફરી વધ્યા કેસ
ગુજરાતની વાત કરીએ તો રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ એકવાર ફરીથી કોરોનાના કેસ વધતા જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11017 દર્દીઓ નોંધાયા છે. જો કે રિકવર થતા દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે. એક દિવસમાં 15264 દર્દીઓ રિકવર થયા. જ્યારે 102 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા. 

મહારાષ્ટ્રમાં 18-44 ઉંમર વર્ગ માટે વેક્સિનેશન પર લાગી બ્રેક, છેલ્લા 24 કલાકમાં 46781 નવા કેસ
શમાં કોરોના વાયરસની બીજી લહેરે ઘણા ઘરોને તબાહ કરી દીધો છે. કોરોનાના આ સંકટમાં ઘણા લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. તો કોરોના વાયરસથી બચાવ માટે વેક્સિન ખુબ ઉપયોગી માનવામાં આવી રહી છે. પરંતુ આ વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના વેક્સિનેશન રોકી દેવામાં આવ્યું છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. 

એક દિવસમાં 816 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 58805 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી  52,26,710 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. તો 78,007 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 46,00,196 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news