ગરીબોનાં રથ પર સરકારની તવાઇ: સસ્તી એસી મુસાફરી થઇ જશે બંધ !
ગરીબ અને લોઅર મિડલ ક્લાસને સસ્તામાં એવી રેલયાત્રા કરાવનારી ગરીબ રથ એક્સપ્રેસ ભુતકાળ બની જશે. રેલમંત્રાલય ઝડપથી સમગ્ર દેશમાં સંચાલિત થતી ગરીબરથ એક્સપ્રેસને બંધ કરવાજઇ રહ્યું છે. રેલમંત્રાલય દ્વારા પાછલા દરવાજે સસ્તા ભાવે એસી મુસાફરી કરાવતી ગરીબ રથ એક્સપ્રેસને બંધ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી દેવાઇ છે. સુત્રો અનુસાર ગરીબરથ માટે નવા કોચ કે ડબ્બાનાં નિર્માણ પર પહેલા જ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
નવી દિલ્હી : ગરીબ અને લોઅર મિડલ ક્લાસને સસ્તામાં એવી રેલયાત્રા કરાવનારી ગરીબ રથ એક્સપ્રેસ ભુતકાળ બની જશે. રેલમંત્રાલય ઝડપથી સમગ્ર દેશમાં સંચાલિત થતી ગરીબરથ એક્સપ્રેસને બંધ કરવાજઇ રહ્યું છે. રેલમંત્રાલય દ્વારા પાછલા દરવાજે સસ્તા ભાવે એસી મુસાફરી કરાવતી ગરીબ રથ એક્સપ્રેસને બંધ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી દેવાઇ છે. સુત્રો અનુસાર ગરીબરથ માટે નવા કોચ કે ડબ્બાનાં નિર્માણ પર પહેલા જ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
VIDEO: છોકરીએ DTC સ્ટાફ સાથે બસમાં ડાન્સનો વીડિયો બનાવ્યો, થઈ મોટી કાર્યવાહી
ગરીબ રથનાં સ્થાને મેલ અથવા એક્સપ્રેસ ટ્રેન ચલાવાશે.
સુત્રો અનુસાર સરકાર ગરીબ રથના સ્થાને મેલ અથવા એક્સપ્રેસ ટ્રેન ચલાવવા માંગે છે. જેનો સીધો અર્થ છેકે સરકાર હવે અત્યંત રાહત કોઇને પણ આપવા તૈયાર નથી. મંત્રાલય દ્વારા ગરીબરથ ટ્રેનને બંધ અથવા તો મેલ/એક્સપ્રેસ ટ્રેનમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા પણ આરંભી દેવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગરીબ રથ ટ્રેનને 2006માં તત્કાલીન રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવે શરૂ કરી હતી.
મુંબઈ: દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાન કાસકરની ખંડણીના આરોપમાં ધરપકડ
એક ચપટી મીઠું તમને બનાવી શકે છે માલામાલ, આ રીતે કરો ઉપયોગ
કાઠગોદામ- કાનપુર ગરીબરથ ટ્રેન બંધ કરી દેવાઇ.
કાઠગોદામ-જમ્મુ અને કાઠગોદામ કાનપુર ગરીબ રથ ટ્રેનને મેલ એક્સપ્રેસમાં બદલી નાખવામાં આવી છે, એટલે કે આ રૂટ પર ગરીબરથ ટ્રેન બંધ થઇ ચુકી છે. આ રૂટ પર ગરીબ રથ એક્સપ્રેસ બંધ કરીને એક્સપ્રેસ ટ્રેન ચલાવવાનો સીધો અર્થ છે કે આ રૂટ પર ભાટા પણ વધી ગયા હશે. એટલે કે તમે દિલ્હીથી બાંદ્રા ગરીબરથમાં મુસાફરી કરો છો તો તમારે 1020 રૂપિયા થતા હતા. જે હવે તમારે મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં 1500-1600 રૂપિયા ચુકવવા પડશે.
માયાવતીના ભાઈ વિરુદ્ધ આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 400 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી
જુના ડબ્બાની જાળવણી રેલવે માટે માથાનો દુખાવો
રેલ અધિકારીઓ અનુસાર ગરીબ રથ ટ્રેનનાં કોચ બનવાના પહેલાથી જ બંધ થઇ ચુક્યા છે. જેથી ધીરે ધીરે આ ટ્રેનને નેટવર્કની બહાર કરવી જ પડશે. ઉપરાંત હાલમાં જે પણ ગરીબ રથ ચાલી રહી છે તે 10-14 વર્ષ જુની છે. એવામાં જુના ડબ્બાની સારસંભાળ પણ રેલવે માટે એક મોટો માથાનો દુખાવો છે. હાલ ભારતીય રેલ નેટવર્કમાં 26 જોડી ગરીબરથ ટ્રેન ચાલી રહી છે.