VIDEO: છોકરીએ DTC સ્ટાફ સાથે બસમાં ડાન્સનો વીડિયો બનાવ્યો, થઈ મોટી કાર્યવાહી

દેશની રાજધાની દિલ્હીમાં દિલ્હી પરિવહન નિગમની બસમાં એક છોકરીના મોબાઈલ એપ પર બનાવવામાં આવેલો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

VIDEO: છોકરીએ DTC સ્ટાફ સાથે બસમાં ડાન્સનો વીડિયો બનાવ્યો, થઈ મોટી કાર્યવાહી

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં દિલ્હી પરિવહન નિગમની બસમાં એક છોકરીના મોબાઈલ એપ પર બનાવવામાં આવેલો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં છોકરી ડીટીસી બસની અંદર સપના ચૌધરીના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેની સાથે બસમાં રહેતો માર્શનલ અને બસનો કન્ડક્ટર પણ છે. 

વીડિયો વાઈરલ થયાબાદ ડીટીસી મેનેજમેન્ટે બસના સ્ટાફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો છે જ્યારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કંડક્ટરને શો કોઝ નોટિસ ફટકારીને 72 કલાકમાં તેમને નોકરીમાંથી શાં માટે ન કાઢી મૂકવામાં આવે તેના પર જવાબ આપવા કહ્યું છે.

જુઓ ડાન્સનો વાઈરલ વીડિયો

વાત જાણે એમ છે કે 12 જુલાઈના રોજ એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં ડીટીસી બસની અંદર એક છોકરી હરિયાણવી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. મોબાઈલ એપથી શૂટ કરાયેલો આ ડાન્સ વીડિયો જોત જોતામાં તો વાઈરલ થઈ ગયો. તપાસમાં જાણવા મળ્યું કે 12 જુલાઈના રોજ આ વીડયોને દિલ્હીના જનકપુરી વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જે હીરો અને કેરેક્ટર આર્ટિસ્ટ જોવા મળી રહ્યો છે તે એક્ટર નહીં પરંતુ સરકારી બસનો ડ્રાઈવર કંડક્ટર અને માર્શલ છે. 

વાઈરલ વીડિયો ડીટીસી બસના 740 નંબરના રૂટ પર ચાલતી બસમાં બનાવવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે ડ્રાઈવર ડ્યૂટી દરમિયાન બસને કોઈ બીજા રૂટ પર લઈ ગયો હતો. આ દરમિયાન એક છોકરીએ વીડિયો બનાવ્યો જેમાં બસનો એક કર્મચારી પણ જોવા મળે છે. પહેલા છોકરીએ વીડિયોને બસની અંદર શૂટ કર્યો અને ત્યારબાદ બસની બહાર પણ વીડિયો બનાવ્યો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે છોકરી સપના ચૌધરીના ગીત પર ડાન્સ કરી રહી છે. જ્યારે ગાર્ડ તેની સાથે ઊભો છે. વીડિયો શૂટ કર્યાં બાદ છોકરીએ વીડિયોને સોશિયલ સાઈટ્સ પર અપલોડ કર્યો. ત્યારબાદ વીડિયો વાઈરલ થયો. 

જુઓ LIVE

તપાસમાં જાણવા મળ્યું છે કે આ છોકરી મોબાઈલ એપ Likee પર પોતાના વીડિયો અપલોડ  કર્યા કરે છે અને ડીટીસી બસની સાથે સાથે અનેકવાર દિલ્હી મેટ્રોમાં પણ વીડિયો ડાન્સ કરતા વીડિયો બનાવી ચૂકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news