મુંબઈ: દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાન કાસકરની ખંડણીના આરોપમાં ધરપકડ

મુંબઈ પોલીસે બુધવારે મોડી રાતે મોટી કાર્યવાહી હાથ ધરતા અંડરવર્લ્ડ  ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાની મુંબઈથી ધરપકડ કરી છે.

મુંબઈ: દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાન કાસકરની ખંડણીના આરોપમાં ધરપકડ

મુંબઈ (પ્રજ્ઞા ઝા): મુંબઈ પોલીસે બુધવારે મોડી રાતે મોટી કાર્યવાહી હાથ ધરતા અંડરવર્લ્ડ  ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાની મુંબઈથી ધરપકડ કરી છે. દાઉદના ભત્રીજા રિઝવાન કાસકરને ખંડણી માંગવાના આરોપમાં પકડ્યો. રિઝવાન દેશ છોડીને ભાગવાની ફિરાકમાં હતો પરંતુ અણીના સમયે પોલીસે પકડી લીધો. રિઝવાન કાસકર દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો પુત્ર છે. 

અત્રે જણાવવાનું કે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ વિરુદ્ધ તપાસ કરતા મુંબઈ પોલીસે આ અગાઉ અફરોઝ વડારિયા ઉર્ફે અહેમદ રઝાની 17 જુલાઈના રોજ ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાં મુજબ વડારિયા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર નોટિસ બહાર પડાઈ હતી. જેના આધારે તેને મંગળવારે પકડ્યો હતો. 

જુઓ LIVE

અધિકારીઓએ જણાવ્યું કે તે છોટા શકીલનો નજીકનો સહયોગી હતો અને તેના માટે હવાલા લેવડદેવડનું કામ કરતો હતો. અધિકારીએ કહ્યું કે જેવો તે મુંબઈ પહોંચ્યો તે કે તેની એરપોર્ટ ઉપર જ ધરપકડ કરીને મુંબઈ પોલીસને સોંપી દેવાયો હતો. રિઝવાનને આજે મુંબઈમાં કોર્ટમાં રજુ  કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news