નવી દિલ્હી : અર્બન નક્સલ મુદ્દે ઉઠેલા વિવાદો વચ્ચે મોદી સરકાર નક્સલોની વિરુદ્ધ ઓપરેશન વધારે ઝડપી બનાવાશે. તેના માટે ઓપરેશન ગ્રીનહંટને વદારે વ્યાપક અને પ્રભાવી અને વ્યાપક બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલનાં દિવસોમાં નક્સલ પ્રભાવિત જિલ્લામાં મળેલી સફળતાથી ઉત્સાહિત ગૃહ મંત્રાલયે સૌથી ખતરનાક નક્સલ વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. તેને અમલમાં લાવવા માટે આ મહિને તમામ પ્રભાવિત જિલ્લાના પોલીસ કેપ્ટનને બોલાવવામાં આવ્યા છે જેથી નક્સલીઓની વિરુદ્ધ પ્રસ્તાવિત ઓપરેશનને અંજામ આપી શકાય.. બેઠકની તારીખ આ ટ અઠવાડીયે નિશ્ચિત કરવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રો અનુસાર એન્ટી નક્સલ ઓપરેશનને અંતિમ સ્વરૂપ આપવા માટે એનએસએ અજીત ડોભાલ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પોતે મહેનત કરી રહ્યા છે. સુત્રો અનુસાર ગત્ત વર્ષે છત્તીસગઢમાં સુકમા હૂમલા બાદ પ્રભાવિત વિસ્તારો ઉપરાંત ઘણા નક્સલ પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લઇને ત્યાં ગ્રાઉન્ડ પરથી મળેલા ફિડબેકના આધાર પર ઓપરેશનને તૈયાર કરવામાં આવી રહ્યું છે. 

સીઆરપીએફને સરકાર આપસે ફ્રી હેંડ
અધિકારીઓનાં અનુસાર સરકાર નક્સલની વિરુદ્ધ સીઆરપીએફને ફ્રી હેંડ આપવાનાં મુડમાં છે જેના હેઠળ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સીઆરપીએફને આક્રમક બને તેવી શક્યતા છે. જો કે હાલ સરકારે તે પ્રસ્તાવ પર આગળ વધવાનો ઇન્કાર કરી દીધો જેમાં નક્સલની વિરુદ્ધ ઓપરેશનમાં કવર માટે એરફોર્સનાં જવાનોનો ઉપયોગ પણ કરવામાં આવી શકે છે. 

20 જિલ્લાઓને નક્સલ મુક્ત બનાવવાનો ટાર્ગેટ
મોદી સરકારે 31 માર્ચ 2019 પહેલા ઓછામાં ઓછા 20 વધારે જિલ્લાઓને નક્સલ મુક્ત કરાવવાનું લક્ષ્યાંક બનાવ્યું છે. ગૃહમંત્રાલયે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશનાં 20 એવા જિલ્લાઓની ઓળક કરી છે જેને આ વર્ષેનક્સલ મુક્ત બનાવવા માટે અભિયાન ચલાવાશે. 

એટીએમમાં નહી ભરવામાં આવે સાંજે 4 વાગ્યા બાદ પૈસા
સરકારની યોજના છે કે જો નક્સલ સંગઠનોની ફંડિગ અટકાવી દેવામાં આવે તો તેની સંપુર્ણ કમર તુટી જશે. તેના માટે સરકારે ઘણા પગલા ઉઠાવ્યા છે. નક્સલ પ્રભાવિત વિસ્તારમાં એટીએમ કેશ ભરવા માટે જનારી ગાડીઓ લૂંટાયાના સમાચાર આવ્યા બાદ તમામ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં સાંજે 4 વાગ્યા બાદ એટીએમમમાં પૈસા ભરવામાં નહી આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલય નિર્દેશ પહેલાથી જ શહેરોમાં રાત્રે 9 વાગ્યે અને ગામમાં સાંજે 6 વાગ્યા બાદ એટીએમમાં કેશ ભરવાનું સંપુર્ણ બંધ હતું.