દેશમાં Twitter, WhatsApp પર લાગશે પ્રતિબંધ? કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ
કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બેન કરવાના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે પ્રધાનંત્રી, રાષ્ટ્રપતિ સહિત સરકારના અનેક મહત્વપૂર્ણ લોકો ટ્વિટર પર છે, જે તે દર્શાવે છે કે સરકાર કેટલી નિષ્પક્ષ છે.
નવી દિલ્હીઃ માઇક્રોબ્લોગિંગ સાઇટ Twitter અને કેન્દ્ર સરકાર વચ્ચે હાલમાં થયેલા વિવાદ બાદ ઘણા પ્રકારના સવાલો લોકોના મનમાં ઉઠવા લાગ્યા છે. ઘણા લોકોના મનમાં સવાલ છે કે શું સરકાર Twitter, WhatsApp પર પ્રતિબંધ લગાવી દેશે. ગુરૂવારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ સવાલના જવાબ આપ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બેન કરવાના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે પ્રધાનંત્રી, રાષ્ટ્રપતિ સહિત સરકારના અનેક મહત્વપૂર્ણ લોકો ટ્વિટર પર છે, જે તે દર્શાવે છે કે સરકાર કેટલી નિષ્પક્ષ છે. પરંતુ ટ્વિટરે મધ્યવર્તી સંસ્થા હોવાનું સ્ટેટસ હાલમાં ગુમાવી દીધુ છે, કારણ કે તેણે કાયદાનો સ્વીકાર કર્યો નથી.
WhatsApp ને લઈને કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બધા સામાન્ય યૂઝર્સ તેનો ઉપયોગ પહેલાની જેમ કરી શકે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અમે બધા મેસેજને ડિસ્ક્રિપ્ટેડ કરવા ઈચ્છતા નથી. આ મારા શબ્દ છે કે બધા ઓર્ડિનરી વોટ્સએપ યૂઝર તેને જારી રાખે. પરંતુ જો કોઈ કન્ટેન્ટ વાયરલ થાય છે, જેના કારણે મોબ લિન્ચિંગ, તોફાનો, હત્યા, મહિલાઓને કપડા વગર દેખાડવા કે પછી બાળકોનું યૌન શોષણ થાય છે તો આ સીમિત કેટેગરીમાં તમને તે પૂછવામાં આવશે કે આ દુસ્સાહસ કોણે કર્યું.
આ પણ વાંચોઃ Bihar: પશુપતિ પારસ બન્યા LJP ના અધ્યક્ષ, રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં લેવાયો નિર્ણય
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વોશિંગટન કેપિટલ હિલ પર હંગામો થયો ત્યારે તમે બધાના ટ્વિટર એકાઉન્ટ ત્યાં સુધી કે તત્કાલીન રાષ્ટ્રપતિના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરી દીધુ. કિસાન આંદોલન દરમિયાન લાલ કિલ્લા પર આતંકવાદોના મદદગારોએ તલવાર લહેરાવી, પોલીસોને ઈજાગ્રસ્ત કરી, તેમને ખાડામાં નાખવા. આ ત્યારે અભિવ્યક્તિની આઝાદી હતું. જો કેપિટલ હિલ યુનાઇટેડ સ્ટેટનું ગર્વ છે તો લાલ કિલ્લો ભારતનું ગર્વ છે, જ્યાં પ્રધાનમંત્રી તિરંગો ફરકાવે છે.
ન્યૂઝ એજન્સી 'ANI' સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તમે લદ્દાખને ચીનનો ભાગ દેખાડો છો. તમને કહીને તેને હટાવવામાં પંદર દિવસ લાગે છે. આ યોગ્ય નથી. એક લોકતંત્રના રૂપમાં ભારત સમાન રૂપથી ડિજિટલ સંપ્રભુતાની સુરક્ષાનો અધિકાર રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube