કિસાનોને સરકારે લખ્યો પત્ર, કહ્યું- આગામી વાતચીતનો સમય અને તારીખ તમે ખુદ નક્કી કરો
સરકારે આંદોલનકારી કિસાનોને લખેલા પત્રમાં કિસાનોને વાતચીતના આગામી રાઉન્ડ માટે તારીખ અને સમય નક્કી કરવાનું કહ્યું છે. સાથે કહ્યું કે, સરકાર તમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાના વ્યાજબી સમાધાન સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે.
નવી દિલ્હીઃ કૃષિ કાયદાના મામલા પર કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે એકવાર ફરીથી કિસાનોને પત્ર લખી વાતચીતની રજૂઆત કરી છે. સરકારે કિસાનોને પત્ર લખીને સંકેત આપ્યો કે વાતચીતનો દરવાજો ખુલ્લો છે. કૃષિ મંત્રાલય તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકાર કિસાનોની દરેક માંગ પર ચર્ચા કરવા તૈયાર છે. સરકારે પત્રમાં લખ્યું કે, તે ચર્ચા કરવા માટે તૈયાર છે.
સરકારે આંદોલનકારી કિસાનોને લખેલા પત્રમાં કિસાનોને વાતચીતના આગામી રાઉન્ડ માટે તારીખ અને સમય નક્કી કરવાનું કહ્યું છે. સાથે કહ્યું કે, સરકાર તમારા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાના વ્યાજબી સમાધાન સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે.
કૃષિ કાયદા વિરુદ્ધ ભારતીય કિસાન યૂનિયનના વધુ એક ગ્રુપે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો
બીજીતરફ સરકારનું કહેવું છે કે કિસાન સંગઠન કાયદામાં સંસોધનના જે પ્રસ્તાવ લઈને આવશે તેના પર વિચાર કરવામાં આવશે. પરંતુ પ્રદર્શનકારી કિસાન ત્રણેય કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યાં છે જ્યારે સરકાર તેની માંગ માનવા માટે તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે સરકાર કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા વિરોધને સમાપ્ત કરવાની દિશામાં કામ કરી રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અમિત શાહે જણાવ્યુ છે કે સરકાર સુપ્રીમ કોર્ટના વલણ અનુરૂપ સમિતિની રચના કરવાની તૈયારી કરી રહી છે. સમિતિ માટે સભ્યોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ડિસેમ્બરની શરૂઆતમાં સરકાર તરફથી કિસાન સંગઠનોને એક નાની સમિતિ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેથી સમાધાન કાઢી શકાય.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube