15 Year Boy Got Heart Attack: છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. ચિંતાજનક બાબત એ પણ છે કે હવે નાના બાળકોને પણ હાર્ટ એટેક આવે છે અને તેમનું મોત થઈ જાય છે. ગ્રેટર નોઈડાના જલપુરા ગામની શાળામાં 15 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જાણવા માટે પ્રાથમિક માહિતી અનુસાર હાર્ટ એટેક આવ્યો તે પહેલા બાળક મેદાનમાં રમી રહ્યો હતો. શાળામાં રજા પડી પછી તે ઘરે જઈ રહ્યો હતો અને અચાનક જ બેભાન થઈ ઢળી પડ્યો. ત્યાર પછી તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બાળકનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


આ પણ વાંચો: 


સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના મુખ્યમંત્રી, ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ, 20 મેએ લેશે શપથ


કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીનો જબરદસ્ત નિર્ણય, પાકિસ્તાનના ષડયંત્રોની ગેમ ઓવર


અંગ દઝાડતી ગરમી બાદ ફરી બદલશે વાતાવરણ, 3 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી


 


જાણવા માટે માહિતી અનુસાર જલપુરા નિવાસી રોહિત સોમવારે સ્કૂલે ગયો હતો. સ્કૂલ પૂરી થાય તે પહેલા તે સ્કૂલના મેદાનમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. ત્યાર પછી જ્યારે તે ઘરે જઈ રહ્યો હતો તો સ્કૂલના ગેટની બહાર જ બેભાન થઈ ઢળી પડ્યો. આ વાતની જાણ અન્ય વિદ્યાર્થીઓએ સ્કૂલના ટીચરોને કરી. સ્કૂલના ટીચર તુરંત જ રોહિત પાસે આવ્યા અને તેને પાણી પીવડાવી જગાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ રોહિત ભાનમાં આવ્યો નહીં ત્યારબાદ તેના પરિવારના લોકોને જાણ કરવામાં આવી અને શિક્ષકો તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોક્ટરોએ તેની પ્રાથમિક તપાસ કરી તેને મૃત જાહેર કર્યો. 


 


શાળા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર સ્કૂલમાં રજા પડી એટલે બધા વિદ્યાર્થી જઈ રહ્યા હતા તે દરમિયાન રોહિત ગેટ પાસે બેભાન થઈ ગયો. અન્ય છાત્રોએ તેને ઓઆરએસ પીવડાવ્યું પરંતુ રોહિતે કોઈ જ રિસ્પોન્સ આપ્યો નહીં સ્કૂલના ટીચર તેને હોસ્પિટલ લઈ ગયા અને સાથે જ તેના પરિવારને જાણ કરવામાં આવી. પરંતુ રોહિત હોસ્પિટલ પહોંચે તે પહેલા તેણે અંતિમ શ્વાસ લીધા. આ પ્રાથમિક શાળામાં રોહિત ધોરણ 8 માં ભણતો હતો.