Weather Alert: અંગ દઝાડતી ગરમી બાદ હવે ફરી બદલશે વાતાવરણ, 3 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Weather Alert: હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આસામ, મેઘાલય, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને ત્રિપુરામાં 18 થી 21 મે દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather Alert: અંગ દઝાડતી ગરમી બાદ હવે ફરી બદલશે વાતાવરણ, 3 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Weather Alert: છેલ્લા 3-4 દિવસની અંગ દઝાડતી ગરમી વચ્ચે બુધવારની રાતે લોકોએ રાહત અનુભવી હતી. બુધવારે મોડી રાતથી વાતાવરણ બદલાયું છે. દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના છાંટા પડ્યા હતા. જેના કારણે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો ઘટાડો થયો હતો. જો કે રાત્રે ઠંડક હોવા છતાં દિવસનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

 

સ્કાયમેટના જણાવ્યાનુસાર બુધવારે જમ્મુ અને કાશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. તેની અસરના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે પવન ફૂંકાયો અને ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદના છાંટા પડ્યા હતા. જો છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો હરિયાણામાં ધૂળની ડમરીઓ ઉડી હતી. આંધ્રપ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં એક કે બે સ્થળોએ હળવો વરસાદ થયો. સિક્કિમ, ઓરિસ્સા, તમિલનાડુના કેટલાક ભાગો, દક્ષિણ કર્ણાટક, દક્ષિણ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થયો હતો.
 

આ પણ વાંચો:

આગામી 24 કલાકના હવામાન વિશે વાત કરીએ તો પંજાબ, હરિયાણા, ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવા વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. 18 અને 19 મેના રોજ લોકોને ગરમીથી રાહત મળી શકે છે. ત્યારબાદ 20 અને 21 મેના રોજ જોરદાર તડકો રહેશે. જ્યારે 22 મેના રોજ દિવસ દરમિયાન ભારે પવન ફુંકાઈ શકે છે. ત્યારબાદ 23 મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

આ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. કેરળ, તમિલનાડુ, પૂર્વોત્તર બિહાર અને ગિલગિટ-બાલિસ્તાન, મુઝફ્ફરાબાદ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

 

હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આસામ, મેઘાલય, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને ત્રિપુરામાં 18 થી 21 મે દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના બાકીના રાજ્યોમાં આગામી 2 દિવસ સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. જો કે આ દરમિયાન ગરમીની અસર ઓછી રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news