બેગલુરૂ: દિલ્હી પોલીસ (Delhi Police) સાઇબર સેલએ કર્ણાટકના બેંગલુરૂથી 21 વર્ષની એક્ટિવિસ્ટ દિશા રવિ (Disha Ravi) ની ધરપકડ કરી છે. દિશા રવિને ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) ટૂલકિટ (Toolkit) ના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂલકિટ કેસમાં પહેલી ધરપકડ 
તમને જણાવી દઇએ કે એક્ટિવિસ્ટ દિશા રવિ (Disha Ravi) ફ્રાઇડે ફોર ફ્યૂચર (Friday For Future) કેમ્પેનની ફાઉન્ડર્સમાંથી એક છે. 4 ફેબ્રુઆરી 2021ના રોજ દિલ્હી પોલીસ (Delhi Police) એ ટૂલકિટને લઇને કેસ દાખલ કર્યો હતો. 


ત્યારબાદ દિલ્હી પોલીસ (Delhi Police) સાઇબર સેલએ ટૂલ કિટ કેસના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ કડીમાં શનિવારે દિશા રવિ (Disha Ravi) ને અરેસ્ટ કરવામાં આવ્યો. 

Accident: કુરનૂલમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 14 લોકોના મોત


ભૂલથી શેર થઇ ગઇ જૂની ટૂલકિટ 
ભારતમાં ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest) સાથે સમર્થનમાં પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ  (Greta Thunberg) એ ટ્વીટ કર્યું હતું. ગ્રેટાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું, 'અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ. આ સાથે જ તેમણે બીજી ટ્વીટમાં એક ડોક્યૂમેંટ શેર કર્યું, જેમાં ભારત સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાનું પ્લાનિંગ શેર કરવામાં આવ્યું હતું અને પાંચ તબક્કામાં દબાણ બનાવવાની વાત કહેવામાં આવી. જોકે પછી ગ્રેટા થનબર્ગએ પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું. 

Daily Horoscope 14 February 2021: Valentine's Day પર તમને મળશે તમારો પ્રેમ, જાણો આજના રાશિફળમાં


ગ્રેટાએ શેર કર્યો નવો એક્શન પ્લાન
ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) એ જૂની ટ્વીટ કર્યા બાદ એક નવા ટ્વીટમાં અપડેટેડ ટૂલકિટને શેર કરી હતી. નવી ટૂલકિટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા. તેમાં 26 જાન્યુઆરીના રોજ ભારત સહિત વિદેશોમાં મોટાપાયે પ્રદર્શન પ્લાનને હટાવી દેવામાં આવ્યા હતા.  


તમને જણાવી દઇએ કે થનબર્ગએ પોતાના નવા ટ્વીટમાં લખ્યું 'જો તમે મદદ કરવા માંગો છો તો આ અપડેટેડ ટૂલકિટ છે. અમારો ગત ડોક્યૂમેંટ હટાવી દીધું કારણ કે તે જૂનો હતો. 


અત્રે ઉલ્લેખનીય છે કે ટૂલકિટ દ્રાર ભારતની છબિને દુનિયાભરમાં ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ટૂલકિટ દ્રારા જ કાવતરું કરનારનો પર્દાફાશ થઇ ગયો. દિલ્હી પોલીસ સાઇબર સેલ હવે આ કેસની તપાસ કરી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube