નવી દિલ્હી : મોદી સરકારે અર્થવ્યવસ્થાને રફતાર આપવા માટે કમર કસી લીધી છે. પહેલા સરકારે બેંકોને 70000 કરોડની સંજીવની આપવાની જાહેરાત કરી હતી. હવે બેંકોને મર્જર કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. નાણામંત્રીએ જાહેર ક્ષેત્રની બેંકોની સંખ્યા 18થી ઘટાડીને 12 કરવાની જાહેરાત કરી. 6 નાની બેંકોમાં મર્જર કરવામાં આવ્યું છે. બેંક મર્જર મુદ્દે  નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનાં સપવા મુદ્દે નાણામંત્રીએ કહ્યું કે, 2017માં દેશની અર્થવ્યવસ્થા 2.6 ટ્રિલિયન ડોલર હતી. 2024માં આપણે 5 ટ્રિલિયન ડોલરનાં લક્ષ્યને જરૂર પ્રાપ્ત કરીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રી: સરકારની મોટી જાહેરાત, વિલય બાદ માત્ર 12 સરકારી બેંકો જ રહેશે
બૈંકિંગ સેક્ટર મુદ્દે તેમણે કહ્યું કે, હાલ-ફિલહાલ જેટલા નિર્ણય લેવામાં આવ્યા છે તેનાં કારણે NPAમાં મોટો ઘટાડો આવ્યો છે. નાણાકીય વર્ષ 2018-19માં લોન રિકવરી 1,21,076 કરોડ હતું. સાથે જ એનપીએનું સ્તર 07.90 લાખ કરોડ પર પહોંચી ચુક્યું છે. પહેલા બેંકો પર 8.86 લાખ કરોડ રૂપિયાના એનપીએનો બોઝ હતો. 


MP કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે ધમાસાણ : સિંધિયાની પાર્ટી છોડવાની ધમકી, પટવારી પર સર્વસંમતી
પાકિસ્તાનમાં શીખ યુવતીનું ધર્મપરિવર્તન, કેપ્ટને કહ્યું-'ઈમરાન કરે કડક કાર્યવાહી'
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ચાર બેંકોમાં મર્જરની જાહેરાત કરવામાં આવી છે. પંજાબન નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઇટેડ બેંકને મર્જ કરવામાં આવી રહી છે. મર્જર બાદ આ દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બની જશે, જેનો બિઝનેસ 17.95 લાખ કરોડ રુપિયાનું થઇ જશે, જેનો બિઝનેસ 17.75 લાખ કરોડનું થશે. કેનેરા અને સિંડિકેટ બેંકનું પણ મર્જર કરવામાં આવશે. મર્જર બાદ આ દેશની ચોથી સૌથી મોટી બેંક બનશે. આ બેંકનો બિઝનેસ 15.20 લાખ કરોડ રૂપિયાનું થશે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું મર્જર થશે. મર્જર બાદ આ દેશની પાંચમી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક હશે. ઇન્ડિયન અને અલ્હાબાદ બેંકનું મર્જર થશે. તે દેશની સાતમી સૌથી મોટી બેંક બની જશે.