નવી દિલ્હી : આર્થિક વિકાસ દર છ વર્ષનાં નિચલા સ્તર પર પહોંચ્યા બાદ હવે દેશનાં મહત્વનાં ઉદ્યોગોની વૃદ્ધીદરમાં પણ ભારે ઘટાડો થયો છે. દેશના આઠ મહત્વનાં ઉદ્યોગોની વૃદ્ધીની રફતાર જુલાઇમાં ઘટીને 2.1 ટકા રહી છે. આ ઘટાડો કોલસા, કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ તથા રિફાઇનરી ઉત્પાદનનુંઉત્પાદન ઘટવાનાં કારણે આવ્યું છે. અધિકારીક આંકડાઓ થકી આ માહિતી મળી છે. 
દિગ્વિજય પર સરકારને અસ્થિર કરવાનો આરોપ, સોનિયા ગાંધી મંત્રીએ લખ્યો પત્ર
ગત્ત વર્ષે જુલાઇમાં અર્થવ્યવસ્થાના આઠ મહત્વનાં ક્ષેત્ર કોલસો, ક્રુડ ઓઇલ, પ્રાકૃતિક ગેસ, રિફાઇનરી ઉત્પાદન, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સીમેન્ટ તથા વિજળી ઉત્પાદનનો વૃદ્ધીદર 7.3 ટકા રહ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે બહાર પડાયેલા આંકડાઓ અનુસાર કોલસા, ક્રુડ ઓઇલ, પ્રાકૃતિક ગેસ તથા રિફાઇનરી ઉત્પાદનનો વૃદ્ધી દર જુલાઇમાં નેગેટિવ રહ્યો. એપ્રીલ- જુલાઇની અવધિમાં આઠ મહત્વનાં ઉદ્યોગોનો વૃદ્ધીદર ત્રણ ટકા રહ્યો હતો, જે ગત્ત વર્ષનાં સમાન અવધિમાં 5.9 ટકાના દરે આગળ વધ્યો હતો. 


મહારાષ્ટ્ર: અજીત પવારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, તપાસ અટકાવતી માંગ ફગાવી
ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર અને કુલભુષણ જાધવ વચ્ચેની મુલાકાત અઢી કલાક ચાલી
આ અગાઉ ગત્ત દિવસોમાં જુન ત્રિમાસિકના આર્થિક વિકાસ દરના આંકડાઓ પણ બહાર પાડવામાં આવ્યા હતા. જે છ વર્ષનાં નિમ્ન સ્તર પર રહ્યા હતા. એપ્રીલ-જુન ત્રિમાસિકમાં વિકાસદર ઘટીને 5 ટકા પર પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત વર્ષે સમાન અવધિમાં વિકાસદર 7 ટકાથી પણ વધારે રહ્યો હતો. જે આ વર્ષે 5 ટકાના તળીયે પહોંચતા સરકાર અને તેની નીતિઓ સામે સવાલ પેદા થઇ રહ્યા છે. પુર્વ વડાપ્રધાન મનમોનહ સિંહ પણ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવી ચુક્યા છે. તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, સરકારની ખોટી નીતીઓનાં કારણે દેશ આર્થિક સંકડામણ અનુભવી રહ્યો છે. જો યોગ્ય ઉપાય કરવામાં નહી આવે તો સ્થિતી વધારે વણસી શકે છે.