દિગ્વિજય પર સરકારને અસ્થિર કરવાનો આરોપ, સોનિયા ગાંધીને મંત્રીએ લખ્યો પત્ર

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટવા મુદ્દે જુથવાદની અટકળો પર હજી વિરામ નથી લાગ્યો કે હવે રાજ્ય સરકાર મુદ્દે પાર્ટીની સામે નવુ સંકટ પેદા થઇ ચુક્યું છે. મધ્યપ્રદેશના એક મંત્રીનો દાવો છે કે કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહ કમલનાથ સરકારને પાટાથી ઉતરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વન મંત્રી ઉમંગ સિંધારે આ બાબતે પાર્ટીનાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો છે.

Updated: Sep 2, 2019, 07:34 PM IST
દિગ્વિજય પર સરકારને અસ્થિર કરવાનો આરોપ, સોનિયા ગાંધીને મંત્રીએ લખ્યો પત્ર

ભોપાલ : મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટવા મુદ્દે જુથવાદની અટકળો પર હજી વિરામ નથી લાગ્યો કે હવે રાજ્ય સરકાર મુદ્દે પાર્ટીની સામે નવુ સંકટ પેદા થઇ ચુક્યું છે. મધ્યપ્રદેશના એક મંત્રીનો દાવો છે કે કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહ કમલનાથ સરકારને પાટાથી ઉતરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વન મંત્રી ઉમંગ સિંધારે આ બાબતે પાર્ટીનાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો છે.

ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર અને કુલભુષણ જાધવ વચ્ચેની મુલાકાત અઢી કલાક ચાલી
સિંધારે સ્પષ્ટ રીતે દિગ્વિજય સિંહ પર પડદા પાછલથી સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત અનેક મંત્રીઓ દબાયેલા સુરમાં સરકારમાં સિંહની દખલઅંદાજી અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ગત્ત દિવસોમાં મંત્રીઓનાં નામે એક પત્ર લખ્યો હતો. પત્રમા તેમણે મંત્રીઓ સાથે મુલાકાતનો સમય પણ માંગ્યો હતો.

મહારાષ્ટ્ર: અજીત પવારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, તપાસ અટકાવતી માંગ ફગાવી

અયોધ્યા કેસ : 'પૂજા માટે થતી ભગવાનની પરિક્રમા પુરાવો હોઈ શકે નહીં'
દિગ્વિજય સિંહના પત્ર પર સવાલ ઉઠ્યા
સીનિયર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પત્રમા લખ્યું હતું, મારા દ્વારા જાન્યુઆરી 2019થી 15 ઓગષ્ટ, 2019 સુધી સ્થાનાંતરણ સહિત વિવિધ વિષયો સંબંધિત આવેદનપત્ર જરૂરી કાર્યવાહી હેતુ તમારા તરફથી અગ્રેષિત કરવામાં આવ્યા હતા. મારો તમને અલગથી પત્ર લખીને મારા પત્રો પર કરવામાં આવેલી કાર્યવાહીથી અવગત કરાવવા અને જો કોઇ પ્રકરણમાં કાર્યવાહી શક્ય નથી તો તેની માહિતી આપવાાનો પણ અલગથી અનુરોધ કરાયો હતો. મારા દ્વારા તમને પહોંચાડાયેલા ઉક્ત પત્રો પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે જાણવા માટે હું તમને 31, ઓગષ્ટ, 2019 પહેલા મુલાકાત કરવા માંગું છું. કૃપા 31 ઓગષ્ટ, 2019 પહેલા મને મળવા માટેનો સમય આપશો.

ચિદમ્બરમ નીચલી અદાલતમાં જામીન અરજી આપે, કોર્ટ આજે જ આપે ચુકાદો: સુપ્રીમ કોર્ટ 
દિગ્વિજય સિંહના આ પત્ર બાદ અનેક મંત્રીઓએ કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરવાનો ઇન્કાર કરી દીધો, તો બીજી તરફ ગોવિંદ સિંહ રાજપુત, સુખદેવ પાંસે, વિજય લક્ષ્મી સાધો, બાલા બચ્ચન, આરિફ અકીલ, સુખદેવ પાંસે સહિત અનેક મંત્રીઓએ સિંહને પોતાનાં સીનિયર નેતા ગણાવતા કામકાજ પર નજર રાખવા અને સમીક્ષાનો અધિકાર હોવાની વાત કરી.

'હું કારગિલમાં લડ્યો, અભિનંદન બાલાકોટમાં લડ્યાં, તેમની સાથે ઉડાણ ભરવી એ સુખદ અનુભવ'
જો કે વન મંત્રી ઉમંગ સિંધારે સ્પષ્ટ રીતે સિંહ પર સવાલ ઉઠાવ્યો છે. સિંહ દ્વારા લખવામાં આવેલા પત્ર પર સિંધારે પત્રકારોને કહ્યું કે, આ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ છે, તો વાસ્તવમાં પડદા પાછળથી રાજ્ય સરકાર ચલાવી રહ્યા છે. બધાને ખબર છે, જગજાહેર છે. પ્રદેશની જનતા ઇચ્છે છે કે કોંગ્રેસના કાર્યકર્તા જાણે છે. તેમણે પત્ર લખવાની જરૂરિયા નથી, જ્યારે સરકાર જ તેઓ ચલાવી રહ્યા છે તો પત્ર લખવાની જરૂરિયાત શું છે.