મહારાષ્ટ્ર: અજીત પવારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, તપાસ અટકાવતી માંગ ફગાવી

સુપ્રીમ કોર્ટમાંથી સોમવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અજિત પવારને મોટો ઝટકો લાગ્યો. કોર્ટે કો-ઓપરેટિવ બેંક ગોટાળામાં તપાસ અટકાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી. કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને આ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરવા માટે જણાવ્યું છે. આ ગોટાળો આશરે 5 હજાર કરોડ રૂપિયાથી પણ વધારેનો છે.
મહારાષ્ટ્ર: અજીત પવારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, તપાસ અટકાવતી માંગ ફગાવી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાંથી સોમવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અજિત પવારને મોટો ઝટકો લાગ્યો. કોર્ટે કો-ઓપરેટિવ બેંક ગોટાળામાં તપાસ અટકાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી. કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને આ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરવા માટે જણાવ્યું છે. આ ગોટાળો આશરે 5 હજાર કરોડ રૂપિયાથી પણ વધારેનો છે.

અયોધ્યા કેસ : 'પૂજા માટે થતી ભગવાનની પરિક્રમા પુરાવો હોઈ શકે નહીં'
જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ એમઆર શાહની બેંચે તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. બેંચે કહ્યું કે, આ સ્થિતીમાં તપાસને અટકાવી શકાય નહી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનાં ફરિયાદ દાખલ કરવાનાં આદેશને પણ યથાવત્ત રાખ્યો હતો. 
ભારતીય ડેપ્યુટી હાઇકમિશ્નર અને કુલભુષણ જાધવ વચ્ચેની મુલાકાત અઢી કલાક ચાલી

ચિદમ્બરમ નીચલી અદાલતમાં જામીન અરજી આપે, કોર્ટ આજે જ આપે ચુકાદો: સુપ્રીમ કોર્ટ 
આ સ્પેશ્યલ લીવ પિટીશન અજીત પવાર સહિત 50થી વધારે આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં મુંબઇ હાઇકોર્ટનાં આદેશને પડકારવામાં આવ્યો હતો. મુંબઇ હાઇકોર્ટે ગત્ત 22 ઓગષ્ટે બોમ્બે હાઇકોર્ટે એનસીપી નેતા અજિત પવાર અને 69 અન્યની વિરુદ્ધ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક ગોટાળામાં ફરિયાદ દાખલ કરવા માટેનો આદેશ આપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news