Amarnath Yatra 2023: હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રા નું વિશેષ મહત્વ છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા કરે છે. ટૂંક સમયમાં જ અમરનાથ યાત્રા 2023 નો પ્રારંભ થવાનો છે. 1 જુલાઈથી અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ પ્રયાણ કરશે. ત્યારે અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા હેલ્થ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જે યાત્રા શરુ કરતાં પહેલા શ્રદ્ધાળુ કેટલીક તૈયારી કરે જેથી યાત્રા દરમિયાન તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ન થાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરનાથ વધારે ઊંચાઈ વાળી જગ્યા છે તેથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આવી સમસ્યા ન થાય તે માટે યાત્રાને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વનું છે કે શ્રદ્ધાળુ યાત્રામાં આવે તે પહેલા શારીરિક રીતે ફિટ હોય. તેના માટે જ કેટલીક એવી તૈયારીઓ વિશે જણાવ્યું છે જેના પર તુરંત જ અમલ શરૂ કરી દેવો જોઈએ. 


આ પણ વાંચો: 


Astro Tips: શ્રીકૃષ્ણની વાંસળીમાં આ વસ્તુ બાંધીને રાખો ઘરમાં, વધશે ઘરમાં સુખ-સમૃદ્ધિ


વક્રી શનિ અને લાલ ગ્રહ મંગળ આવશે આમને સામને, સમસપ્તક યોગ આ 5 રાશિઓની બગાડશે બાજી


24 જૂને સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે બુધ, 14 દિવસ 5 રાશિઓના ઘરમાં થશે ધનના ઢગલા


અમરનાથ યાત્રા કરતા પહેલા રોજ સવારે અને સાંજે લોકોએ વૉક શરૂ કરી દેવી જોઈએ અને દિવસ દરમિયાન ચારથી પાંચ કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. સાથે જ માર્ગદર્શિકામાં કહેવાયું છે કે શરીરમાં ઓક્સિજનની માત્રા જળવાઈ રહે તે માટે એક્સરસાઇઝ કરવી પણ જરૂરી છે. યાત્રા કરનારે અત્યારથી જ એક્સરસાઇઝ અને પ્રાણાયામની આદત રાખવી જેથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ ન થાય. 


માર્ગદર્શિકા અનુસાર જે પણ વ્યક્તિને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તેણે પોતાના ડોક્ટરનો સંપર્ક કરી જરૂરી ચેક અપ કરાવી લેવા. સાથે જ યાત્રા કરતી વખતે ધીરે ધીરે ચાલવું અને આરામ કરતા આગળ વધવું. 


મહત્વનું છે કે ભારતમાં અમરનાથ યાત્રાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. અમરનાથ યાત્રા સૌથી મુશ્કેલ યાત્રાઓમાંથી એક છે. તેથી જ યાત્રા પહેલા જ શ્રદ્ધાળુઓ માટે હેલ્થ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેથી તે અનુસાર યાત્રાળુઓ તૈયારી કરી શકે.