Gujarat Election 2022: મતદાન પહેલા રવિન્દ્ર જાડેજાએ બાળ ઠાકરેનો એક વીડિયો કર્યો શેર, જાણો શું છે તે વીડિયોમાં
Gujarat Phase 1 Election 2022: ગુજરાતમાં આજે પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છની 89 બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ પણ ચૂંટણીમાં ઝંપ લાવ્યું છે અને તેઓ જામનગર (ઉત્તર) બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બધા વચ્ચે રવિન્દ્ર જાડેજાએ શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેનો એક જૂનો વીડિયો ગઈ કાલે શેર કર્યો હતો.

શું છે બાળ ઠાકરેના વીડિયોમાં?
રવિન્દ્ર જાડેજાએ શેર કરેલા વીડિયોમાં બાળ ઠાકરે એવું કહેતા જોવા મળી રહ્યા છે કે 'નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત ગયા'. રવિન્દ્ર જાડેજા તરફથી શેર કરાયેલા આ જૂના વીડિયોમાં બાળ ઠાકરે ગુજરાતીઓને સમજાવતા જોવા મળી રહ્યા છે. અત્રે જણાવવાનું કે રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર (ઉત્તર)થી ચૂંટણીના મેદાનમાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube