Rain Forecast Today: સતત વરસી રહેલા વરસાદના કારણે દેશના અનેક રાજ્યોના હાલ બેહાલ છે. જેના કારણે અમરનાથ યાત્રા પણ આગામી આદેશ સુધી રોકવામાં આવી છે. ઉત્તરાખંડના ચારધૂલામાં વાદળ ફાટવાથી એક પુલ વહી ગયો જેના કારણે લગબગ 200થી વધુ લોકો તબાહીના કાટમાળ નીચે ફસાઈ ગયા. વાદળ ફાટવાના કારણે ધારચૂલામાં લેન્ડસ્લાઈડ પણ થઈ, રસ્તાઓ પર ભારે પ્રમાણમાં કાટમાળ ફેલાયો. નૈનીતાલમાં પણ વરસાદના કારણે નદીનાળા છલકાઈ ગયા છે. ત્યાં ઉછાળા મારતી નદીના કિનારે ફસાયેલા એક વ્યક્તિને SDRF અને NDRF ની ટીમે ખુબ મહેનત બાદ સુરક્ષિત બહાર કાઢ્યો. ભારે પ્રમાણમાં વરસાદના કારણે ચમોલી-બદ્રીનાથ સહિતના 18 રસ્તાઓ બંધ થયા. જેની સીધી અસર અવરજવર પર પડી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ વરસાદ તબાહી મચાવી રહ્યો છે. હવામાન ખાતાએ 5 દિવસનું એલર્ટ પણ આપેલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે આ વિસ્તારો માટે વરસાદનું એલર્ટ
હવામાન ખાતા દ્વારા આજે 8 જુલાઈ માટે નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


9 જુલાઈ રવિવાર
રવિવારે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


10 જુલાઈ સોમવાર
સોમવારે પોરબંદર, દ્વારકા, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન ખાતાએ ઉત્તરાખંડ માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વિભાગ મુજબ ઉત્તરાખંડમાં આગામી એક અઠવાડિયું પડકારભર્યું રહેશે. પ્રદેશમાં 8 જુલાઈથી 13 જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે. પ્રદેશના પહાડી વિસ્તારોમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પહાડી વિસ્તારોમાં લેન્ડ સ્લાઈડ જોવા મળી શકે છે. લોકોને ઉછાળા મારતી નદીઓ અને નાળાથી દૂર રહેવાનું કહેવાયું છે. મેદાની વિસ્તારોમાં નદી કિનારાવાળા  વિસ્તારોમાં પાણી  ભરાઈ શકે છે. 


ઉત્તરાખંડ ફરવા ગયેલા લોકોને સતર્કતા વર્તવાની અપીલ કરાઈ છે. કુમાઉમાં પણ 10 જુલાઈ સુધી હવામાન ખાતાનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. નૈનીતાલ, બાગેશ્વર, પિથોરાગઢ, ચંપાવત, અલ્મોડા જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. 


હિમાચલમાં 45 રસ્તા બંધ 
હિમાચલ પ્રદેશમાં યલ્લો એલર્ટ વચ્ચે વરસાદનો દોર શરૂ થઈ ચૂક્યો છે. હવામાન ખાતા શિમલાએ 10 જુલાઈ માટ પ્રદેશમાં યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. રિપોર્ટ મુજબ ભારે વરસાદના પગલે હિમાચલ પ્રદેશમાં હાલ 45 રસ્તા બંધ છે. અને પીવાના પાણીની પરિયોજનાઓમાં અડચણો આવી રહી છે. એટલું જ નહીં વરસાદના કારણે અત્યાર સુધીમાં 319 કરોડ રૂપિયાની ખાનગી અને સરકારી સંપત્તિઓ તબાહ થઈ ચૂકી છે. 


કાશ્મીરમાં અમરનાથ યાત્રા રોકાઈ
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના પગલે અમરનાથ યાત્રા હાલ રોકવામાં આવી છે. રિપોર્ટ્સ છે કે પવિત્ર ગુફા પર હળવી બરફવર્ષા થઈ છે. હવામાન ખાતાનું કહેવું છે કે આગામી કેટલાક દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ વરસી  શકે છે. જ્યારે હવામાન સારુ થશે ત્યારે યાત્રા ચાલુ કરવા પર વિચાર કરાશે. 


કર્ણાટકના મંગલુરુના દક્ષિણ  કન્નડ વિસ્તારમાં ભઙારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. હવામાન ખાતાએ ઉડુપ્પી, દક્ષિણ કન્નડ અને ઉત્તર કન્નડ વિસ્તારમાં આજ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત બિહારમાં 10 જુલાઈ સુધી રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં સારા વરસાદનું અનુમાન કરાયું છે. કેટલાક વિસ્તારો માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. મધ્ય પ્રદેશમાં પણ આજે વરસાદનો દોર ચાલુ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube