Weather Update: હાલત બગાડી નાખશે આ ગરમી! આકરા તાપ માટે તૈયાર રહો, જાણો શું કહ્યું હવામાન વિભાગે
Weather Update: ફેબ્રુઆરી મહિનો પૂરો થવાને આરે છે અને લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી ઝડપથી હવામાન બદલાયુ છે અને કેટલાક રાજ્યોમાં તો તાપમાન 35 ડિગ્રીની આજુબાજુ નોંધાયું છે.
Weather Update: ફેબ્રુઆરી મહિનો પૂરો થવાને આરે છે અને લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી ઝડપથી હવામાન બદલાયુ છે અને કેટલાક રાજ્યોમાં તો તાપમાન 35 ડિગ્રીની આજુબાજુ નોંધાયું છે. ભારત હવામાન વિભાગ (IMD) મુજબ આજે પણ ગરમી રહેશે અને અનેક રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીની ઉપર પહોંચી શકે છે.
આ રાજ્યોમાં 35 ડિગ્રીથી ઉપર જઈ શકે છે તાપમાન
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ તેલંગણા, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં આજે લોકોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે અને તાપમાન 35 ડિગ્રીથી ઉપર જઈ શકે છે. આ ઉપરાંત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મોટાભાગના રાજ્યોમાં તાપમાન સામાન્યથી લગભગ 4-5 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે.
દિલ્હીમાં 33 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે તાપમાન
દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે આંશિક રીતે વાદળો છવાયેલા રહે તેવું અનુમાન છે. પરંતુ ગરમીથી રાહત નહીં મળે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન લગભગ 13 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ રહે તેવું અનુમાન છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ સોમવારે દિલ્હીમાં વધુમાં વધુ તાપમાન સામાન્યથી સાત ડિગ્રી વધુ 32.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી વધુ 14.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. આ દરમિયાન ભેજનું પ્રમાણ 94 ટકા જેટલું રહ્યું.
બુધનું ગોચર મેષ-વૃષભ સહિત આ 6 રાશિઓને કરાવશે બંપર ફાયદો, ભાગ્ય ખુલી જશે
ચીનમાં જ કોરોના વાયરસ બન્યો અને વિશ્વમાં લીક થયો, અમેરિકાએ કર્યો મોટો ઘટસ્ફોટ
મોતની ખુરશી! 300 વર્ષ જુની ખુરશીએ લીધો છે 63 લોકોનો ભોગ, જાણો શ્રાપિત ખુરશીની કહાની
રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા
રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી બે દિવસ વાદળો છવાયેલા રહેવાના અને હળવા વરસાદનું અનુમાન છે. જયપુર સ્થિત હવામાન કેન્દ્રના જણાવ્યાં મુજબ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી 28 ફેબ્રુઆરી અને એક માર્ચના રોજ ઉત્તર-પશ્ચિમી રાજસ્થાનના ગંગાનગર, હનુમાનગઢ, બીકાનેર, ચુરુ તથા આસપાસના જિલ્લાઓમાં વાદળો છવાયેલા રહેવાની અને મેઘગર્જના સાથે છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
આ રાજ્યોમાં પણ પડી શકે છે વરસાદ
હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાયમેટના જણાવ્યાં મુજબ લદાખ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ ઉપરાંત ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અસમ, જમ્મુ સિક્કિમ અને આંદમાન નિકોબારમાં પણ હળવા વરસાદની શક્યતા છે. સ્કાયમેટે પંજાબ, ઉત્તર હરિયાણા અને દક્ષિણ તમિલનાડુના કેટલાક ભાગોમાં ગર્જના સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 2 માર્ચ સુધીમાં પશ્ચિમી હિમાલય પર વરસાદ સાથે બરફવર્ષા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube