Gujarati Youth Break Ayodhya Ram Mandir Security : અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ પોતાના ચશ્મામાં લગાવેલા કેમેરાથી છુપાઈને મંદિરની અંદર ફોટોગ્રાફ લઈ રહ્યો હતો. પોલીસકર્મીઓએ તેને ફોટોગ્રાફ લેતી વખતે પકડી લીધો હતો. હવે ગુપ્તચર એજન્સી તેની પૂછપરછ કરી રહી છે. સુરક્ષા અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, પકડાયેલો યુવક ગુજરાતનો છે. છુપા ચશ્માથી તસવીરો લેનાર વડોદરાનો યુવક નીકળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ, સોમવારે એક વ્યક્તિ રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યો હતો. તેણે કેમેરાવાળા ચશ્મા પણ પહેર્યા હતા. એટલું જ નહીં, તેણે મંદિર પરિસરના તમામ ચેકિંગ પોઈન્ટ પાર કર્યા હતા, પરંતુ સુરક્ષાકર્મીઓ તેને પકડી શક્યા ન હતા. જે બાદ તેણે રામ મંદિર પરિસરમાં ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું. જ્યારે ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેને ફોટોગ્રાફ્સ લેતા જોયો તો તરત જ તેને પકડીને ગુપ્તચર એજન્સીને સોંપી દીધો. તેણે જે ચશ્મા પહેર્યા હતા તેની ફ્રેમની બંને બાજુએ કેમેરા લગાવેલા હતા, જેના દ્વારા ફોટોગ્રાફ્સ ખૂબ જ સરળતાથી લઈ શકાય છે.


ગુજરાતના આ શહેરમાં મળી રહ્યું 5.5 લાખમાં 2BHK ઘર! ઓફર સાંભળતા જ દોડ્યા લોકો


પકડાયેલો ગુજરાતી યુવક કોણ છે
હવે અયોધ્યા રામ મંદિરમાં મોટો કાંડ કરનાર ગુજરાતી યુવક વિશે જાણીએ. સોમવારે બપોરે 3.00 વાગ્યે બનેલી આ ઘટનામાં વડોદરા યુવકનું નામ સામે આવ્યું છે. વડોદરાનો રહેવાસી જય કુમાર જાની સોમવારે રામ મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો. જયકુમાર જાની ચેકિંગ પોઈન્ટ વટાવીને કેમ્પસના સિંઘ ગેટ પર પહોંચ્યો હતો. જ્યાં તેણે ચશ્માથી રામ મંદિરની તસવીરો ક્લિર કરવાની શરૂ કરી હતી. પરંતું ફ્લેશ લાઈટ થતા જ સુરક્ષા કર્મીઓનું ધ્યાન ગયું હતું. તેમની નજર યુવક પર પડી હતી અને તેને પકડી લેવાયો હતો. બાદમાં તેની પૂછપરછ કરાઈ હતી. 


રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક છે
અયોધ્યા રામ મંદિરની સુરક્ષાની જવાબદારી યુપી સરકાર દ્વારા રચવામાં આવેલ વિશેષ સુરક્ષા દળ (SSF)ના હાથમાં છે. પીએસી અને યુપી પોલીસના શ્રેષ્ઠ કર્મચારીઓને જોડીને એસએસએફની રચના કરવામાં આવી છે. આ જવાનોને વિશેષ તાલીમ આપ્યા બાદ રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. અગાઉ રામ લલ્લાની સુરક્ષા માટે CRPFની 6 બટાલિયન અને PACની 12 કંપનીઓ તૈનાત કરવામાં આવી હતી. આ વિશેષ દળની રચના વખતે તેનો ઉદ્દેશ્ય અને જવાબદારી નક્કી કરવામાં આવી હતી. તેથી હવે તેમને અયોધ્યામાં રામલલાની સુરક્ષા સહિત રાજ્યના સંવેદનશીલ સ્થળોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે.


જો તમને ગોડફાધરનાં આશીર્વાદ હોય તો PM-CM બનો! મહિલા કાર્યકરે ભાજપ પ્રમુખને સંભળાવ્યુ


ગુજરાતના ગામડા પણ હાઈટેક બનશે : ડિજિટલ ગુજરાતમાં હવે ગામડાના ઘરો પણ બનશે સ્માર્ટ હોમ