શ્રીનગરઃ કાશ્મીર ઘાટીમાં કારગિલમાં લોહી થીજવી નાખે એવી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કારગિલમાં તાપમાન શનિવારે 9.9 ડિગ્રી નોંધાયું છે. કડકડતી ઠંડીને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાળાઓમાં પાણી જામી ગયું છે, આટલું જ નહીં ઝરણાઓમાં વહેતું પાણી પણ થીજીને બરફ બની ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોને પીવાનું પાણી લેવા માટે નદીમાં અંદર સુધી જવું પડી રહ્યું છે. અહીંના લોકોના જણાવ્યા અનુસાર, હિમવર્ષાને કારણે અહીં વિજળી પુરવઠો પણ 24 કલાકમાંથી માત્ર 8 કલાક જેટલો જ પ્રાપ્ત થાય છે. આ વર્ષે નવેમ્બર મહિનાથી જ હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. 


રાફેલ મુદ્દે ભાજપ સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે, કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છેઃ અરૂણ જેટલી


આ વર્ષે શિતકાલીન દિવસો (ઠંડીના 40 દિવસ જે 21 ડિસેમ્બરથી શરૂ થાય છે) તેના પહેલાં જ ઠંડી આવી ગઈ છે. કારગિલ અને લેહ ઘાટી કાશ્મીરથી વિખૂટી પડી ગઈ છે. શ્રીનગર-લેહ માર્ગ પર ભારે હિમવર્ષાને કારણે જોઝિલા પાસ બંધ કરી દેવાયો છે. આ રસ્તા બંધ થવાને કારણે કારગિલમાં રહેતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ જાય છે. 


SBIની ગ્રાહકોને ફરીથી ચેતવણીઃ ટૂંક સમયમાં જ બંધ થઈ જશે તમારું ડેબિટ કાર્ડ


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમય કરતાં પહેલા હિમવર્ષા થવાને કારણે ઠંડીમાં વધારો થઈ ગયો છે. હવામાન ખાતાના ડિરેક્ટર સોમન લોટસે જણાવ્યું કે, "લેહ કારગિલમાં પણ માઈનસ 9થી માઈનસ 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. લઘુત્તમ તાપમાનમાં હજુ પણ વધુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ વખતે નવેમ્બર મહિનામાં જ સારો એવો બરફ પડી ગયો છે."


દેશના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...