નવી દિલ્લીઃ અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે શિષ્ય તેમના ગુરુની પૂજા કરે છે. અને તેમને ભેટ પણ આપે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુને દેવતા સમાન માનવામાં આવે છે. જાણો મહર્ષિ વેદ વ્યાસ વિશેની એક દંતકથા. મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમાના દિવસે આશરે 3000 ઈ.પૂર્વેમાં થયો હતો. મહર્ષિ વેદ વ્યાસના માનમાં દર વર્ષે અષાઢ શુક્લ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. મહર્ષિ વેદ વ્યાસ તેમના જીવનમાં વેદ, ઉપનિષદો અને પુરાણોનું વિશેષ જ્ઞાન ધરાવતા હતા. ઘણા લોકો આ દિવસે વ્યાસજીના ચિત્રની પૂજા કરે છે અને તેમના દ્વારા રચિત ગ્રંથોનો અભ્યાસ કરે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  કેમ પોતાના ગુરુ માટે યમરાજ જોડે થઈ હતી શ્રીકૃષ્ણની લડાઈ? જાણો ગુરુએ શું માંગી હતી ગુરુદક્ષિણા

પૌરાણિક કથાના અનુસાર પ્રાચીન કાળમાં મહર્ષિ પરાશરે દુનિયાભરમાં ભ્રમણ કર્યું હતું. તે સમયે તેમને એક સત્યવતી નામની સ્ત્રીને જોઈ હતી. સત્યવતી દેખાવમાં ખૂબ જ આકર્ષક હતી પરંતુ તેના શરીરમાં માછલીની ગંધ આવતી હતી. અને તેના કારણે સત્યવતીને મત્સ્યગંધા પણ કહેવાય છે. ઋષિએ સત્યવતીને પ્રેમ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે સત્યવતીએ તેને ટાળ્યું હતું અને કહ્યું હતું કે આ સંબંધથી હું બાળકને જન્મ નહીં આપી શકું. અને સત્યવતીએ તેમની સામે ત્રણ શરતો મૂકી હતી.

આ પણ ખાસ વાંચોઃ  ગુરુ પૂર્ણિમાએ કેવી રીતે કરશો ગુરુની પૂજા? આ રીતે અપનાવો મળશે વિશેષ ફળ

સત્યવતીએ ઋષિ સમક્ષ કઈ ત્રણ શરતો મૂકી હતી:
પહેલી શરત એ હતી કે સંભોગ કરતી વખતે કોઈ પણ જોવું જોઈએ નહીં. બીજી શરત એ હતી કે કુવારાપણુ ક્યારેય પણ ના તૂટવું જોઈએ. અને ત્રીજી શરત એ હતી કે શરીરમાંથી આવતી માછલીની ગંધને બદલે તે ફૂલોની સુગંધમાં બદલાઈ જવી જોઈએ. ઋષિએ આ તમામ શરતો માની લીધી હતી.  

આ પણ ખાસ વાંચોઃ  હિરોઈન અને પ્રોડ્યુસરે ફેરા ફર્યા, સુહાગરાતે પતિએ પત્નીને ફટકારી પછી અચાનક કઈ રીતે થઈ ગયું પતિનું મોત?

ત્યારબાદ આગળ જતા સત્યવતીને એક પુત્ર થયો હતો. જેનું નામ કૃષ્ણદ્વૈપાયન રાખવામાં આવ્યું હતું. આ બાળક આગળ જતા વેદ વ્યાસ તરીકે ઓળખાયો. મહાભારત કાળમાં મહર્ષિ વેદ વ્યાસે માતાના કહેવાથી વિચિત્રવીર્યની રાણીઓ સાથે એક દાસી પણ નિયુક્ત કરી હતી. જેને મહાભારત કાળમાં મહર્ષિ વેદ વ્યાસે માતાના કહેવાથી વિચિત્રવીર્યની રાણીઓ સાથે એક દાસી પણ નિયુક્ત કરી હતી. જેને પછી પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરનો જન્મ થયો. મહર્ષિ વેદ વ્યાસે ચાર વેદોના વિસ્તરણની સાથે તેમણે 18 મહાપુરાણ અને બ્રહ્મસૂત્રોની પણ પ્રાર્થના કરી. મહર્ષિ વેદ વ્યાસ મહાભારતના રચયિતા છે,. પરંતુ તે સમયે બનેલી ઘટનાઓના તેઓ સાક્ષી પણ રહ્યા હતા.

આ પણ ખાસ વાંચોઃ  વરસાદમાં ગાડી લઈને નીકળતા પહેલાં આટલું ખાસ ધ્યાન રાખજો, નહીં તો રસ્તા પર લોકો બનાવશે તમારી રીલ!

આ પણ ખાસ વાંચોઃ  Michael Jackson મૃત્યુના વર્ષો બાદ ફરી કેમ આવ્યાં ચર્ચામાં? કારણ જાણીને તમે પણ થઈ જશો હેરાન

આ પણ ખાસ વાંચોઃ  ફ્લોપ ફિલ્મોથી હારી બિસ્તરા-પોટલું લઈ ગામડે જતા હતા અમિતાભ, આ અભિનેતાના કારણે ચમકી ગઈ કિસ્મત!

આ પણ ખાસ વાંચોઃ  વહૂએ વેચી માર્યો બી.આર.ચોપડાનો આલીશાન બંગલો! શું મહાભારત બનાવનારાના ઘરમાં જ થઈ 'મહાભારત'?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube