Guru Purnima 2022: ગુરુ પૂર્ણિમાએ કેવી રીતે કરશો ગુરુની પૂજા? આ રીતે અપનાવો મળશે વિશેષ ફળ

ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું પૂજન કરવાનો દિવસ. આ દિવસનું ખૂબ જ મહત્વ છે અને એમાં પણ આ વર્ષે રાજયોગ છે. જેથી આ દિવસે ગુરુનું પૂજન વિશેષ ફળદાયી રહેશે.

Guru Purnima 2022: ગુરુ પૂર્ણિમાએ કેવી રીતે કરશો ગુરુની પૂજા? આ રીતે અપનાવો મળશે વિશેષ ફળ

Guru Purnima 2022: ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું પૂજન કરવાનો દિવસ. આ દિવસનું ખૂબ જ મહત્વ છે અને એમાં પણ આ વર્ષે રાજયોગ છે. જેથી આ દિવસે ગુરુનું પૂજન વિશેષ ફળદાયી રહેશે. અષાઢ સુદ પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે જ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હોવાથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવાનો ખાસ મહિમા છે. પરંતુ ગુરુ પૂજન કરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ગુરુ પૂર્ણિમાની તિથિ અને યોગ:
ગુરુ પૂર્ણિનો પ્રારંભ 13 જુલાઈએ સવારે ચાર વાગ્યે થશે અને 14 જુલાઈએ રાત્રે 12 વાગ્યેને 6 મિનિટે પૂર્ણ થશે. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારથી જ ઈન્દ્ર યોગ બની રહ્યો છે. જે બપોરે 12 વાગ્યેને 45 મિનિટ સુધી રહેશે. તો રાત્રે 11 વાગ્યેને 18 મિનિટ સુધી પૂર્વાષાઢા નક્ષત્ર છે. જે બંને માંગલિક કાર્યો માટે ખૂબ જ શુભ છે.

આવી રીતે કરો ગુરુની પૂજા:
ગુરુને ઉચ્ચ આસન પર બેસાડો. ગુરુના ચરણ જળથી ધોઈને તેમના ચરણે પીળા કે સફેદ ફુલો અર્પણ કરો. જે બાદ તેમને શ્વેત કે પીળા વસ્ત્રો આપો.ગુરુને યથાશક્તિ ફળ, મિઠાઈ, દક્ષિણા આપી શકો છો.  જો તમારા ગુરુ સાક્ષાત હાજર ન હોય તો તેની તસવીરને સાક્ષાત માની પૂજા કરી શકો છો.

જો તમારા કોઈ ગુરુ ન હોય તો...
જો તમારા કોઈ ગુરુ ન હોય તો તમે તમારા ઈષ્ટદેવને ગુરુ માની શકો છો. આમ તો, દરેક ગુરુની પાછળ સત્તાના રૂપમાં શિવજી જ હોય છે. એટલે તમે શિવજીને ગુરુ માની આ પર્વ મનાવી શકો છો. શ્રી કૃષ્ણને પણ તમે ગુરુ માની શકો છો. માનસિક રૂપથી તમે ભગવાનને મિઠાઈ કે દક્ષિણા અર્પણ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news