વહૂએ વેચી માર્યો બી.આર.ચોપડાનો આલીશાન બંગલો! શું મહાભારત બનાવનારાના ઘરમાં જ થઈ 'મહાભારત'?

મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં આવેલા ઓ બંગલો ખૂબ જ આલીશાન હતો. 25 હજાર સ્કવેર ફીટ જમીન પર બનેલો આ બંગ્લો જુહૂ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે.

વહૂએ વેચી માર્યો બી.આર.ચોપડાનો આલીશાન બંગલો! શું મહાભારત બનાવનારાના ઘરમાં જ થઈ 'મહાભારત'?

નવી દિલ્લીઃ મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં આવેલા ઓ બંગલો ખૂબ જ આલીશાન હતો. 25 હજાર સ્કવેર ફીટ જમીન પર બનેલો આ બંગ્લો જુહૂ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે. દિગ્ગજ ફિલ્મ મેકર બીઆર ચોપરાનો બંગ્લો વેચાઈ ચુક્યો છે. સ્વર્ગસ્થ ફિલ્મ મેકરની વહૂએ પારિવારિક સહમતિથી આ બંગલો કરોડોમાં વેચ્યો છે. મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં આવેલા ઓ બંગલો ખૂબ જ આલીશાન હતો. 25 હજાર સ્કવેર ફીટ જમીન પર બનેલો આ બંગ્લો જુહૂ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે.

અધધ કિંમતમાં વેચાયો બંગલો:
બીઆર ચોપડાની સાથે સાથે તેમનો આ આલીશાન બંગલો હંમેશા સમાચારોમાં રહ્યો. પરંતુ હવે તે વેચાઈ ચુક્યો છે. મળતી માહિતી અનુસાર આ બંગલાને બીઆર ચોપડાની વહૂ અને રવિ ચોપડાની પત્ની રેનૂ ચોપડાએ એક રિયલ એસ્ટેટ ડેવલોપરને લગભગ 183 કરોડમાં વેચ્યો છે.

11 કરોડની તો સ્ટેમ્પ ડ્યૂટી!
રિપોર્ટ્સનું માનીએ તો, આ બંગલાને કહેજા કોર્પે ખરીદ્યો છે. ડીલ થયા બાદ કંપનીએ 11 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ ઘર સી પ્રિન્સેસ હોટેલની સામે છે. જ્યાં બી. આર. ચોપરા તેમનો બિઝનેસ કરતા હતા.

આ કારણે વેચ્યો બંગલો:
મળતી માહિતી અનુસાર, સતત ફ્લોપ ફિલ્મો આપવાના કારણે તેમનું પ્રોડક્શન હાઉસ ખોટમાં હતું. વર્ષ 2013માં તેના દિકરાએ બંગ્લાની સાફ સફાઈ કરાવી હતી. હવે આ બંગલો વેચાઈ ગયો છે. બી આર ચોપરાનો શો મહાભારત ખૂબ જ ફેમસ થયો હતો. વર્ષ 2008માં તેમનું નિધન થયું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news