મહિલા સલામતીના બણગા ફૂંકતી સરકાર સામે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હરિયાણાના ગુરુગ્રામમાં 21 વર્ષની યુવતી સાથે છેડતીની ઘટના બની છે. મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતી યુવતીએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે. આ ઘટના સેક્ટર-86ના પોશ વિસ્તારના એક કોમ્પ્લેક્સમાં બની હતી, જ્યાં યુવતી પોતાના ઘર તરફ ફરી રહી હતી. પોલીસે આ મામલે 5 લોકોની ધરપકડ કરી છે. જ્યારે કે બે લોકો હજી પણ ફરાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના ગુરુવારે રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ બની હતી. મલ્ટિનેશનલ આઈટી કંપનીમાં કામ કરનારી યુવતી પોતાના ઘર તરફ પરત ફરી રહી હતી. જ્યારે તે બીજા માળમાં આવેલ પોતાના ફ્લેટ પર જવા માટે સીડીઓ ચઢી રહી હતી, ત્યારે તેણે જોયું કે, પહેલા માળ પર કેટલાક યુવકોનો અવાજ આવી રહ્યો છે. યુવતીએ અવાજની દિશામાં જોવા માટે પ્રયાસ કર્યો. આ વચ્ચે જ તેનું લંચ બોક્સ નીચે પડી ગયું હતું. ટિફીન પડી જવાથી યુવકોનું ધ્યાન તેના તરફ ગયું હતું. ત્યાર બાદ એક માણસ બહાર નીકળ્યો, ર્યો હતો. 


મહિલાના જણાવ્યા અનુસાર, તે બહુ પ્રયાસો બાદ તે માણસના ચુંગલમાંથી છૂટીને પોતાના ફ્લેટ તરફ ભાગી નીકળી હતી. 


મહિલાએ મદદ માટે બિલ્ડિંગમાં બૂમાબૂમ કરી હતી, જેને કારણે અન્ય લોકો તેની મદદે આવ્યા હતા. પોલીસ રિપોર્ટ અનુસાર, ધરપકડ થનારા બે માણસો બિલ્ડિંગના પહેલા માળ પર જ રહે છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે.