વોશિંગ્ટન: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને અમેરિકાના ચાર સાંસદોએ ભારતમાં માનવાધિકારોની હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી સેનેટર એડ માર્કેને કહ્યું કે એક એવો માહોલ બન્યો છે જ્યાં ભેદભાવ અને હિંસાના મૂળિયા પોતાની મજબૂત પકડ બનાવી શકે છે. હાલના વર્ષોમાં અમે ઓનલાઈન નફરતભર્યા ભાષણો અને નફરતવાળા કૃત્યોમાં વધારો જોયો છે. જેમાં મસ્જિદોમાં તોડફોડ, ગિરજાઘરોને બાળવા અને સાંપ્રદાયિક હિંસા પણ સામલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય-અમેરિકી મુસ્લિમ પરિષદનું આયોજન
ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર માર્કેનું ભારત વિરોધી વલણ અપનાવવાનો ઈતિહાસ રહ્યો છે, તેમણે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વવાળા શાસન દરમિયાન ભારત-અમેરિકી અસૈન્ય પરમાણુ સંધિનો પણ વિરોધ કર્યો હતો. માર્કેએ ભારતીય મુસ્લિમ દ્વારા આયોજિત એક પેનલ ચર્ચામાં આ નિવેદન આપ્યું. ભારતમાંથી ડિજિટલ રીતે આ ચર્ચામાં ભાગ લેતા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ પણ હિન્દુ રાષ્ટ્રવાદની વધતી પ્રવૃત્તિ પર પોતાની ચિંતા વ્યક્ત કરી. 


India Corona Upadate: દેશમાં એક્ટિવ કેસ 22 લાખને પાર, એક દિવસમાં 573 દર્દીના મૃત્યુ


અન્સારીના આરોપ
અન્સારીએ આરોપ લગાવ્યો કે 'હાલના વર્ષોમાં અમે તે પ્રવૃત્તિઓ અને પ્રથાઓના ઉદ્ભવનો અનુભવ કર્યો છે જે નાગરિક રાષ્ટ્રવાદના સુસ્થાપિત સિદ્ધાંતને લઈને વિવાદ ઊભો કરે છે  અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની એક નવી તથા કાલ્પનિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. તેઓ નાગરિકોને તેમના ધર્મના આધારે અલગ કરવા માંગે છે, અસહિષ્ણુતાને હવા આપે છે અને અશાંતિ તથા અસુરક્ષાને પ્રોત્સાહન આપે છે.'


ચર્ચામાં ત્રણ સાંસદો જિમ મેકગવર્ન, એન્ડી લેવિન અને જેમી રસ્કિને પણ ભાગ લીધો. રસ્કિને કહ્યું કે, ભારતમાં ધાર્મિક અધિનાયકવાદ અને ભેદભાવના મુદ્દે અનેક સમસ્યાઓ છે. આથી અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે ભારત દરેક જણ માટે ધાર્મિક સ્વતંત્રતા, બહુલવાદ, સહિષ્ણુતા અને અસહમતિનું સન્માન કરવાની રાહ પર જળવાઈ રહે. 


RRB NTPC Result: પટણાવાળા ખાન સર મોટી મુશ્કેલીમાં, અનેક કોચિંગ સંચાલકો પણ ઝપેટમાં આવ્યા, આ મામલે કેસ દાખલ થયો


2014ના ડેટા સાથે સરખામણી
લેવિને કહ્યું કે અફસોસની વાતછે કે આજે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર પતન, માનવાધિકોરનું હનન અને ધાર્મિક રાષ્ટ્રવાદને ઉભરતા જોઈ રહ્યું છે. 2014  બાદથી ભારતનો લોકતંત્ર સૂચકઆંક 27 પરથી 53 પર આવી ગયો અને ફ્રીડમ હાઉસે ભારતને 'સ્વતંત્ર'થી 'આંશિક રીતે સ્વતંત્ર'ની શ્રેણીમાં નાખી દીધું. 


દુશ્મની માટે '36 કા આંકડા' નો જ ઉપયોગ કેમ થાય છે? ખુબ જ રસપ્રદ છે કારણ


ભારતીય અમેરિકી મુસ્લિમ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ અમેરિકી પ્રતિનિધિ સભાના 'ટોમ લેન્ટોસ માનવાધિકાર આયોગ'ના સહ અધ્યક્ષ મેકગવર્ને અનેક ચેતવણીભર્યા સંકેત સૂચિબદ્ધ કર્યા. જે ભારતમાં માનવાધિકારોના ખતરનાક રીતે પતનને દર્શાવે છે. જ્યારે ભારત સરકાર અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી આ આરોપોને ફગાવે છે. 


(ભાષા ઈનપુટ સાથે)


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube