RRB NTPC Result: પટણાવાળા ખાન સર મોટી મુશ્કેલીમાં, અનેક કોચિંગ સંચાલકો પણ ઝપેટમાં આવ્યા, આ મામલે કેસ દાખલ થયો
Trending Photos
પટણા: આરઆરબી એનટીપીસી રિઝલ્ટ (RRB NTPC Result)નો મામલો સતત ગરમાઈ રહ્યો છે. બિહારમાં છેલ્લા 72 કલાકથી અનેક જિલ્લાઓમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારાને લઈને રાજેન્દ્રનગર રેલવે પોલીસ મથક સહિત ત્રણ પોલીસ મથકમાં 2000થી વધુ લોકો પર કેસ દાખલ થયો છે.
પટણાવાળા ખાન સર પર કેસ
ખાન સર ઉપરાંત એસ કે ઝા સર, નવીન સર, અમરનાથ સર, ગગનપ્રતાપ સર, ગોપાલ વર્મા સર, અને બજાર સમિતિના અનેક કોચિંગ ક્લાસિસના સંચાલકો વિરુદ્ધ પણ કેસ દાખલ થયા છે. આ તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 147, 148, 149, 151, 152, 186, 187, 188, 330, 332, 353, 504, 506 અને 120-બી હેઠળ કેસ દાખલ થયો છે.
વિદ્યાર્થીઓના નિવેદન પર થઈ કાર્યવાહી
પત્રકાર નગર પોલીસ મથકમાં સોમવાર અને મંગળવારે થયેલી હિંસા બાદ અટકાયતમાં લેવાયેલા આંદોલનકારી વિદ્યાર્થીઓના નિવેદનના આધારે આ મામલે કેસ દાખલ થયો છે. અટકાયતમાં લેવાયેલા આંદોલનકારી ઉમેદવારોએ કહ્યું કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ તેમને હિંસા અને તોફાન કરવાની પ્રેરણા મળી હતી. જેમાં ખાન સરને કથિત રીતે આરઆરબી એનટીપીસી પરીક્ષા રદ નહીં થવા બદલ વિદ્યાર્થીઓને રસ્તા પર આંદોલન કરીને ઉક્સાવતા જોવા મળ્યા હતા.
વીડિયો બહાર પાડીને રજુ કર્યો પક્ષ
આ બધા વચ્ચે ખાન સરે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે બુધવારે સાંજે નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે RRB એ જે નિર્ણય અત્યારે લીધો તે જો 18 તારીખે લીધો હોત તો આ સ્થિતિ પેદા ન થઈ હોત. પરંતુ આ એક સારું પગલું લીધુ છે કે 16 ફેબ્રુઆરી સુધીમાં વિદ્યાર્થીઓ પાસે સૂચનો માંગ્યા છે.
કોણ છે ખાન સર?
અત્રે જણાવવાનું કે ખાન સર એક લોકપ્રિય કોચિંગ ટીચર છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યૂબ પર ખાન જીએસ રિસર્ચ સેન્ટર ચલાવે છે અને પોતાની અનોખી શિક્ષણ શૈલી માટે પણ જાણીતા છે. અલગ અલગ પ્લેટફોર્મ પર તેમના લાખો ફોલોઅર્સ છે.
ધાંધલીના આરોપ પર બબાલ
રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) તરફથી નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (એનટીપીસી) ભરતી સીબીટી-1 પરીક્ષાના પરિણામ 14 અને 15 જાન્યુઆરી 2022ના રોજ જાહેર કરાયા હતા. આ પરિણામના આધારે સીબીટી-2 એટલે કે બીજા તબક્કાની પરીક્ષા માટે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાના હતા. ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે કે RRB-NTPC ના પરિણામમાં ધાંધલી થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે