India Corona Update: દેશમાં એક્ટિવ કેસ 22 લાખને પાર, એક દિવસમાં 573 દર્દીના મૃત્યુ

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં એકવાર ફરીથી વધારો જોવા મળી રહ્યો છે.

India Corona Update: દેશમાં એક્ટિવ કેસ 22 લાખને પાર, એક દિવસમાં 573 દર્દીના મૃત્યુ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં એકવાર ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે પણ કોરોનાના નવા કેસ 3 લાખની આસપાસ જોવા મળ્યા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.86 લાખથી વધુ નવા કેસ નોંધાયા. જો કે ગઈ કાલની સરખામણીમાં આ વધારો મામૂલી જોવા મળ્યો. બુધવારે કોરોનાના નવા 2,85,914 નવા કેસ નોંધાયા હતા. 

નવા 2.86 લાખથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,86,384 કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા 4 કરોડને પાર કરી ગઈ છે. એક દિવસમાં 573 દર્દીઓના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,91,700 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવ્યા ચૂક્યા છે. ભારતમાં હાલ 22,02,472 દર્દીઓ સારવાર હેઠળ છે. જે કુલ કેસના 5.46% છે. 

Active case: 22,02,472 (5.46%)
Daily positivity rate: 19.59%

Total Vaccination : 1,63,84,39,207 pic.twitter.com/NKqlGIVaD6

— ANI (@ANI) January 27, 2022

ડેઈલી પોઝિટિવિટી રેટ 19.59% થયો
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3,06,357 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં 3,76,77,328 દર્દીઓ રિકવર થવામાં સફળ થયા છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 93.33 થયો છે. ડેઈલી પોઝિટિવિટી રેટ એટલે કે દૈનિક સંક્રમણ દર 19.59% થયો છે. 

ટેસ્ટિંગની વાત કરીએ તો અત્યાર સુધીમાં 72.21 કરોડ કોરોના ટેસ્ટ થયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં થયેલા 14,62,261 ટેસ્ટ પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news