બાબા લોકોના હાથ પર ચુંબન ચોડીને કરતો હતો સારવાર, કોરોનાથી મૃત્યુ થતા પ્રશાસન દોડતું થયું
દુનિયામાં સ્વાસ્થ્ય ચિકિત્સામાં આટલી પ્રગતિ થઈ હોવા છતાં કોરોના વાયરસ (Corona Virus) જેવી મહામારીનો ઈલાજ શોધી શકી નથી. બીજી બાજુ આજે પણ અનેક લોકો એવા છે જે લોકોને અંધવિશ્વાસું બનાવીને સારવાર માટે ગેરમાર્ગે દોરે છે. મધ્ય પ્રદેશના રતલામમાં આા જ એક ઢોંગી બાબાનું કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યું છે.
રતલામ: દુનિયામાં સ્વાસ્થ્ય ચિકિત્સામાં આટલી પ્રગતિ થઈ હોવા છતાં કોરોના વાયરસ (Corona Virus) જેવી મહામારીનો ઈલાજ શોધી શકી નથી. બીજી બાજુ આજે પણ અનેક લોકો એવા છે જે લોકોને અંધવિશ્વાસું બનાવીને સારવાર માટે ગેરમાર્ગે દોરે છે. મધ્ય પ્રદેશના રતલામમાં આા જ એક ઢોંગી બાબાનું કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યું છે.
Corona Update: દેશમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 24 કલાકમાં 10,956 નવા કેસ, 396 લોકોના મૃત્યુ
મળતી માહિતી મુજબ આ ઢોંગી ધૂતારો લોકોના હાથ ચૂમીને સારવાર કરવાનો દાવો કરતો હતો. આ ઉપરાંત તે પાણીમાં ફૂંક મારીને મંત્રીને લોકોની સારવાર કરવાનો પણ દાવો કરતો હતો. આવા ઝાડફૂંકવાળા બાબાના મૃત્યુ બાદ પ્રશાસન દોડતું થયું છે અને બાબા પાસે સારવાર કરાવનારાઓની યાદી બનાવી નાખી છે.
બાબાના કોન્ટેક્ટમાં આવેલા લોકોની યાદી લાંબી લચક છે જે જોઈને પ્રશાસનને આંખે અંધારા આવી ગયા છે. સીએચએમઓ રતલામ ડો.પ્રભાકર નાનાવરેએ જણાવ્યું કે અત્યાર સુધીમાં મૃતક બાબાના સંપર્કમાં આવેલા 7 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. જેમાંથી એક ગર્ભવતી મહિલા પણ છે.
ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની ગુજરાત અંગેની ટ્વીટ પર ભડક્યા નાણામંત્રી, આપ્યો જડબાતોડ જવાબ
આવા હાલાતમાં પ્રશાસને શહેરમાં અંધવિશ્વાસના નામે હાંટડી ચલાવનારા બાબાઓની માહિતી ભેગી કરી. લગભગ 37 લોકો શહેરમાં એવી મળી ગયા જે ઝાડફૂંક અને દોરાધાગા બનાવવા જેવા અંધવિશ્વાસથી લોકોની સારવાર કરતા હતાં.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube